Homeગુજરાતીહ્રદય સ્વસ્થ અને મજબૂત રાખવા માટે રોજ આ ત્રણ કસરત કરો..

હ્રદય સ્વસ્થ અને મજબૂત રાખવા માટે રોજ આ ત્રણ કસરત કરો..

શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. ઠંડીને કારણે રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે. જેનાથી બ્લડ પ્રેશર વધી જાય છે. તેના સિવાય, શિયાળાની ઋતુમાં શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધી જાય છે. આ બંન્ને કારણો હ્રદયનું જોખમ વધારે છે.

શિયાળમાં હ્રદય સબંધીત સમસ્યાઓ જેવી કે હાર્ટ એટેક, કાર્ડિયાક અરેસ્ટ, અનિયમિત ધબકારા વગેરે સબંધીત સમસ્યાઓની શક્યતા વધી જાય છે. શિયાળામાં હ્રદય સબંધીત દર્દીઓને પોતાનું ધ્યાન રાખવું જોઈએ. હ્રદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ કસરત કરવી જોઈએ.

સૂર્ય નમસ્કારએ એક યોગ આસન છે. જેમા 12 પ્રકારના વ્યાયામ કરવામાં આવે છે. આના માટે સવારે તડકામાં ઉભા રહી હાથ-પગ, કમર, ગળુ વગેરેને ઉપર નીચે અને આગળ પાછળ કરતા વ્યાયામ કરવામાં આવે છે. આ બધા વ્યાયામ હ્રદય અને ફેફસાને મજબૂત બનાવે છે.

દરરોજ 30-45 મિનિટ ઝડપીથી ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જ્યારે આપણે ઝડપથી ચાલીએ છીએ, ત્યારે આપણું હ્રદય ઝડપથી ધબકવા લાગે છે. તેનાથી હ્રદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે. તેમજ લોહીને પંપ કરવાની હ્રદયની ક્ષમતામાં વધારો કરે છે.

સાયકલ ચલાવવી આપણા માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો આપણે અઠવાડિયામાં 4-5 દિવસ લગભગ 30 મિનિટ સુધી સાયકલ ચલાવીએ છીએ તો તે આપણા હ્રદય અને ફેફસાની ક્ષમતામાં સુધારો કરે છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img