Homeગુજરાતીફ્રેન્ચ ઓપન બેડમિન્ટનની મહિલા સિંગલની ક્વાર્ટર ફાઇનલમાં પીવી સિંધુ પહોંચી

ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનની મહિલા સિંગલની ક્વાર્ટર ફાઇનલમાં પીવી સિંધુ પહોંચી

નવી દિલ્હીઃ મહિલા સિંગલ ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનમાં પીવી સિંધુએ અમેરિકાની બેઇવેન ઝાંગને 13-21, 21-10, 21-14થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. પુરુષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતનો ચીનના લુ ગુઆંગ ઝુ સામે 21-19, 12-21, 20-22થી પરાજય થયો હતો. બીજી પુરુષ સિંગલ્સ મેચમાં લક્ષ્ય સેન ચીનના લી શી ફેંગ સાથે ટકરાશે.

મહિલા ડબલ્સમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી જાપાનના યુકી ફુકુશિમા અને સયાકા હિરોટા સાથે ટકરાશે. જ્યારે પુરુષ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી આજે રાત્રે મલેશિયાના મેન વેઈ ચોંગ અને ટી કાઈ વુન સાથે ટકરાશે.

સંબંધિત લેખો

Most Popular