Homeગુજરાતીકુપવાડામાં આતંકીઓ પાસેથી મળી સ્ટેયર એયુજી રાઈફલ, અફઘાનિસ્તાનમાં નાટોના જવાનો કરતા હતા...

કુપવાડામાં આતંકીઓ પાસેથી મળી સ્ટેયર એયુજી રાઈફલ, અફઘાનિસ્તાનમાં નાટોના જવાનો કરતા હતા ઉપયોગ

નવી દિલ્હીઃ કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં માર્યા ગયેલા બે વિદેશી આતંકવાદીઓ પાસેથી ઑસ્ટ્રિયન બનાવટની બુલપઅપ એસોલ્ટ રાઈફલ ‘સ્ટેયર એયુજી’ મળી આવી હોવાનું જાણવા મળે છે. અફઘાનિસ્તાનમાં નાટો દેશની સેના દ્વારા આવી રાઈફલોનો ઉપયોગ કરવામાં આવતો હતો. સત્તાવાર સૂત્રોએ તેને દુર્લભ જપ્તી ગણાવી છે.

નિયંત્રણ રેખા (LOC) પર ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા આતંકવાદીઓ પાસેથી આ રાઈફલો સાથે દારૂગોળાનો જથ્થો મળી આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, આ કદાચ પ્રથમ વખત છે જ્યારે આવી રાઈફલ મળી આવી છે. આ એક ભારે હથિયાર છે જેને હેન્ડલ કરવું સરળ નથી. અન્ય એક અધિકારીએ કહ્યું કે આ રાઈફલનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં નાટો દળો દ્વારા કરવામાં આવ્યો છે, તેથી તે ત્યાંથી પાકિસ્તાન પહોંચી શકે છે.

સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કેરન સેક્ટરમાં એલઓસી પારથી આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરી કરવાનો પ્રયાસ ગુરુવારે સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો હતો. ભીષણ ગોળીબારમાં બે વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી હથિયારો ઉપરાંત એક પાકિસ્તાની ઓળખ કાર્ડ પણ મળી આવ્યું છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં એલઓસી પર ઘૂસણખોરી વિરોધી આ ત્રીજું સફળ ઓપરેશન હતું.

સુરક્ષા નિષ્ણાતોના મતે, ઓસ્ટ્રિયન નિર્મિત બુલપઅપ એસોલ્ટ રાઈફલ, “સ્ટેયર એયુજી” નો ઉપયોગ અફઘાનિસ્તાનમાં નાટો દળો દ્વારા કરવામાં આવ્યો હતો અને જ્યારે નાટો દળો 2021 માં એક કરાર હેઠળ ત્યાંથી નીકળી ગયા હતા, ત્યારે ઘણા શસ્ત્રો તાલિબાન દ્વારા લૂંટી લેવામાં આવ્યા હતા અથવા પાછળ છોડી ગયા હતા. બાદમાં આવા હથિયારો ગેરકાયદેસર રીતે વેચવામાં આવતા હતા. આ રાઈફલનો ઉપયોગ પાકિસ્તાનમાં SSG દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે. તેથી માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી આવી રાઈફલોની રિકવરી પાકિસ્તાની સેના અને આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠનો પર્દાફાશ કરે છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img