પંજાબમાં કાર ડિવાઈડર સાથે અથડાતા ગુજરાતની મહિલા પોલીસ કર્મચારી સહિત પાંચના મોત
નવી દિલ્હી, 17 જાન્યુઆરી 2026: પંજાબના બઠિંડામાં પૂરઝડપે પસાર થતી કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગુજરાત પોલીસની મહિલા કર્મચારી સહિત પાંચ વ્યક્તિના મોત થયાં હતા. આ તમામ શિમલાથી પરત ગુજરાત આવી રહ્યાં હતા. દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસની મહિલા કર્મચારી અમિતા અને તના મિત્ર અંકુશ, ભરત, ચેતન અને સતીષ બારમાં બઠિંડાના ગુરથાડી પાસેથી કારમાં પસાર થઈ રહ્યાં હતા. દરમિયાન પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, કારના ફૂડચે-ફૂડચે ઉડી ગયા હતા. આ દૂર્ઘટનામાં કારમાં સવાર પાંચેય વ્યક્તિના મોત થયા હતા.
આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. એસપી નરિંદરસિંહએ જણાવ્યું હતું કે, આ દૂર્ઘટનામાં પાંચ વ્યક્તિના મોત થયા છે. તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં છે. તેમજ મૃતકોના પરિવારજનોને પણ જાણ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ મેટ્રોની દૈનિક મુસાફરીમાં ચાર ગણી વૃદ્ધિ, રોજના મુસાફરોની સંખ્યા દોઢ લાખ સુધી પહોંચી


