ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતી: માર્ચમાં ફાઈનલ ડીલની તૈયારી
નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2025: ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર કરાર અંગે એક મોટી અપડેટ આવી છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલએ જણાવ્યું હતું કે, બંને દેશ વચ્ચે આગામી ચાર-પાંચ દિવસમાં જોઈન્ટ સ્ટટમેન્ટ ઉપર હસ્તાક્ષર કરી શકે છે. સરકારે જમાવ્યું કે, ભારત-અમેરિકા ટ્રેડ ડિલનો પ્રથમ તબક્કો લગભગ પૂર્ણ થઈ ગયો છે. સંયુક્ત નિવેદન બાદ આ કરારને ઔપચારિકરૂપ આપવામાં આવશે અને માર્ચના મધ્ય સુધીમાં ફોર્મલ એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર થવાની શકયતા છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર થયા બાદ ટ્રમ્પ સરકાર અમેરિકી ટેરિફને 18 ટકા સુધી ઘટાડવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કરશે.
કેન્દ્રીય મંત્રીએ ભારત અને ખાડી સહયોગ પરિષદ (જીસીસી) વચ્ચે મુક્ત વેપાર સહમતી (એફટીએ)ને ટર્મ્સ ઓફ રેફરન્સ ઉપર હસ્તાક્ષર સમારોહ દરમિયાન કહ્યું હતું કે, અમેરિકા સાથે વધતા વેપારને પગલે અમેરિકી વિમાન, એન્જિન અને અન્ય ઉત્પાદકો માટે ભારતના એકલા ઓર્ડર 100 અરબ ડોલરથી વધારે હશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને જીસીસી વચ્ચે વેપારી સંબંધ પાંચ હજાર જુનો છે અને આ સહમતી વસ્તુઓ અને સેવાઓને મુક્ત પ્રવાહને પ્રોત્સાહન આપશે. તેમણે કહ્યું કે, સરકાર વિક્સિત દેશોની સાથે એફટીએ પર સક્રિયતાથી કામ કરી રહી છે.
મંત્રીએ મતે, આ સહમતીથી એમએસએમઈ, ખેડૂત, માછીમારો, યુવા અને ઉત્પાદન સેક્ટરને મોટો લાભ થશે. વિશેષ રૂપથી ફુડ પ્રોસેસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં તેનાથી ઉલ્લેખનીય ફાયદો થવાની ઉમ્મીદ છે. તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકા અને ભારત એક-બીજાની પૂરક અર્થવ્યવસ્થાઓ છે અને બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત વેપાર સહમતી બંને પક્ષો માટે લાભકારી હશે.
આ પણ વાંચોઃ અમેરિકાએ ટેરિફ ઘટાડતા હીરા ઉદ્યોગમાં તેજીની શક્યતા, નવા ઓર્ડર મળશે


