1. Home
  2. ગુજરાતી
  3. ઈરાન પરમાણુ બોમ્બ બનાવશે, તો બીજા જ દિવસે સાઉદી પણ બનાવશે: જેડી વેન્સ
ઈરાન પરમાણુ બોમ્બ બનાવશે, તો બીજા જ દિવસે સાઉદી પણ બનાવશે: જેડી વેન્સ

ઈરાન પરમાણુ બોમ્બ બનાવશે, તો બીજા જ દિવસે સાઉદી પણ બનાવશે: જેડી વેન્સ

0
Social Share

વોશિંગ્ટન, 5 ફેબ્રુઆરી 2026: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં વધતા જતા તણાવ વચ્ચે એક અત્યંત ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો ઈરાન પરમાણુ હથિયાર વિકસાવવામાં સફળ થશે, તો તેનાથી આખા ક્ષેત્રમાં પરમાણુ હથિયારોની સ્પર્ધા શરૂ થઈ જશે. વેન્સે સ્પષ્ટ કર્યું કે આવી સ્થિતિમાં સાઉદી અરેબિયા અને અન્ય અખાતી દેશો પણ પોતાની સુરક્ષા માટે પરમાણુ હથિયારો બનાવવાની દિશામાં આગળ વધશે.

જેડી વેન્સે જણાવ્યું હતું કે, “જો ઈરાન પરમાણુ હથિયાર મેળવી લેશે, તો તેના બીજા જ દિવસે સાઉદી અરેબિયા પાસે પણ આવું હથિયાર હશે અને ત્યારબાદ અખાતના અન્ય આરબ દેશો પણ તે જ માર્ગે ચાલશે.” વેન્સના આ નિવેદને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે કે શું સાઉદી અરેબિયા પહેલેથી જ પરમાણુ ક્ષમતા હાંસલ કરવાની તૈયારી કરી રહ્યું છે?

વેન્સે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર દુનિયામાં પરમાણુ હથિયારોના જોખમને ઓછું કરવા માંગે છે. અમેરિકા ઈરાક યુદ્ધ જેવી ભૂલોનું પુનરાવર્તન કરવા ઈચ્છતું નથી. પ્રથમ પ્રાથમિકતા વાતચીત અને રાજદ્વારી માધ્યમથી ઉકેલ લાવવાની રહેશે. જોકે, તેમણે ટાંક્યું કે ઈરાન પરમાણુ હથિયાર ન બનાવી શકે તે અમેરિકાની સ્પષ્ટ નીતિ છે અને તેના માટે ‘તમામ વિકલ્પો’ ખુલ્લા છે.

જેડી વેન્સે ઉમેર્યું કે ટ્રમ્પ ઈરાન સાથેની સમસ્યાના ઉકેલ માટે સૈન્ય કાર્યવાહી કરતા પહેલા અન્ય રસ્તાઓ શોધશે. પરંતુ જો સૈન્ય કાર્યવાહી જ એકમાત્ર અને અંતિમ વિકલ્પ બચશે, તો અમેરિકા તે લેતા પણ પાછળ નહીં હટે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટ્રમ્પના શાસનકાળ દરમિયાન ઈરાન ક્યારેય પરમાણુ સંપન્ન દેશ બની શકશે નહીં.

આ પણ વાંચોઃ શેરબજારમાં તેજી પર બ્રેક: રોકાણકારોના 2.62 લાખ કરોડનું ધોવાણ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code