1. Home
  2. revoinews
  3. ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી
ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી

ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી

0
Social Share
  • પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ગુજરાતને ભેટ, આગામી સમયમાં રાજ્યના 8 શહેરોમાં 750 ઇ-બસો દોડશે

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026: 50 state-of-the-art electric buses inaugurated in Bhavnagar વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામથી ₹5450 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેર માટે 50 ઇ-બસોને લીલી ઝંડી આપી હતી.

ભારતનાં શહેરોમાં ઇલેક્ટ્રિક બસોના ઉપયોગથી સ્વચ્છ, વિશ્વસનીય અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે પીએમ ઇ-બસ સેવા એક મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજનાના પ્રારંભિક તબક્કામાં ગુજરાત સિવાય મહારાષ્ટ્ર (નાગપુર), ચંડીગઢ અને આસામ (ગુવાહાટી)માં પણ બસો ફાળવવામાં આવી છે.

50 state-of-the-art electric buses inaugurated in Bhavnagar
50 state-of-the-art electric buses inaugurated in Bhavnagar

આ પણ વાંચોઃ શિક્ષકો પાસે કૂતરાં ગણાવવાની વાત પાયાવિહોણી, જાણો હકીકત શું છે?

રાજ્યમાં આ યોજનાના અમલીકરણ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM)ને ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગની રાજ્ય નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યના આઠ શહેરોમાં આ યોજના અંતર્ગત 750 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર ગુજરાતનું પ્રથમ શહેર છે જ્યાં આ યોજના અંતર્ગત 50 બસોની ભેટ આપવામાં આવી છે. ભાવનગરમાં કુલ 100 બસો દ્વારા નાગરિકો માટે પરિવહનની સુવિધાને વધુ સુદૃઢ બનાવવામાં આવશે. આ બસો દિવ્યાંગો માટે અનુકૂળ અને એરકન્ડિશન્ડ સુવિધાથી સજ્જ છે. સુરક્ષાના ભાગરૂપે તેમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

આગામી સમયમાં રાજ્યમાં આઠ શહેરોમાં ઇ બસો શરૂ કરવામાં આવશે જેમાં વડોદરામાં 250, રાજકોટમાં 100, ભાવનગરમાં 100, ગાંધીનગરમાં 100, જામનગરમાં 50, જુનાગઢમાં 50, ગાંધીધામમાં 80 અને નવસારીમાં 20 ઇ બસો દોડાવવામાં આવશે. ઇલેક્ટ્રિક બસો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અને ટેક્નિકલ સુવિધાઓ વિકસિત કરવામાં ગુજરાત અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે. સમગ્ર દેશમાં એક સંકલિત પ્રયાસના ભાગરૂપે આ પહેલ પર્યાવરણને અનુકૂળ પરિવહનની દિશામાં મહત્વપૂર્ણ બની રહેશે.

આ પણ વાંચોઃ RSSના શતાબ્દી વર્ષ નિમિત્તે બનેલી ફિલ્મ શતકનું ટ્રેલર જાહેર, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code