Homeગુજરાતીખોરાકસવારના નાસ્તામાં બનાવો કંઈક હટકે, ટ્રાય કરો હેલ્ધી અને ટેસ્ટી દહીં પૌઆ

સવારના નાસ્તામાં બનાવો કંઈક હટકે, ટ્રાય કરો હેલ્ધી અને ટેસ્ટી દહીં પૌઆ

સવારનો નાસ્તો હોય કે સાંજના સ્નેક્સનો સમય, આપણે હંમેશા એવી વાનગી શોધતા હોઈએ છીએ જે સ્વાદિષ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સરળ હોય. પૌઆ તો તમે ઘણી વાર બનાવ્યા હશે, પરંતુ આજે અમે તમારા માટે લાવ્યા છીએ ‘દહીં પૌઆ’ બનાવવાની એકદમ સરળ અને સ્ટેપ-બાય-સ્ટેપ રીત. દહીં અને પૌઆનું મિશ્રણ આ વાનગીને માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ પૌષ્ટિક પણ બનાવે છે.

  • સામગ્રી:

પૌઆ: 1 કપ

દહીં: અડધો કપ (તાજું અને ઘટ્ટ)

લીલા મરચાં: 1 (ઝીણું સમારેલું)

સંચળ (કાળું મીઠું): સ્વાદ અનુસાર

લીંબુનો રસ: 1 ચમચી

લીલા ધાણા: 2 ચમચી (ઝીણા સમારેલા)

શેકેલા સીંગદાણા: 2 ચમચી

રાઈ: અડધી ચમચી

હીંગ: એક ચપટી

તેલ: 1 ચમચી

  • દહીં પૌઆ બનાવવાની રીત:

સૌથી પહેલા પૌઆને ચાળીને સાફ કરી લો. ત્યારબાદ તેના પર હળવું પાણી છાંટીને 5 મિનિટ માટે પલાળી રાખો. ધ્યાન રાખવું કે પૌઆ વધારે ગળી ન જાય, માત્ર નરમ થાય તેટલું જ પાણી વાપરવું. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ તતડવા લાગે એટલે તેમાં હીંગ અને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરો. હવે પલાળેલા પૌઆને કડાઈમાં ઉમેરો. હળવા હાથે ચમચો ફેરવીને પૌઆને 4-5 મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દો. હવે ગેસ બંધ કરી દો (ગેસ બંધ કરવો જરૂરી છે જેથી દહીં ફાટી ન જાય). તેમાં ઘટ્ટ દહીં ઉમેરો. ત્યારબાદ ઉપરથી સંચળ અને લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરી લો. છેલ્લે ઉપરથી સમારેલા લીલા ધાણા અને ક્રન્ચી શેકેલા સીંગદાણા ઉમેરો. તૈયાર છે તમારા ગરમા-ગરમ અને ટેસ્ટી દહીં પૌઆ. આ પૌઆને પ્લેટમાં કાઢીને સર્વ કરો. તે ખાવામાં હળવા છે અને પાચન માટે પણ શ્રેષ્ઠ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular