Homeગુજરાતીગુજરાતઅમદાવાદઃ શેલામાં બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ

અમદાવાદઃ શેલામાં બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ

અમદાવાદ, 26 માર્ચ 2026: અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. આજે ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા ઈલાઈટ નામની બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતાં જ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા ઈલાઈટ નામની બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. આગ ધીમે ધીમે ચોથા માળે પણ પ્રસરી હતી. આગના ધૂમાડો 15 માળ સુધી ફેલાયો હતો. આગની ઘટનાની જાણ થતાં રહિશોમાં અફરા તરફી મચી ગઈ હતી.

બિલ્ડિંગમાં આજે 26 માર્ચે સવારે 8:00 વાગ્યાની આસપાસ સી બ્લોકના ત્રીજા માળના મકાનમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની સૌપ્રથમ બેથી ત્રણ ગાડીઓ સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ત્યારબાદ આગની ગંભીર સ્થિતિને જોતા એક પછી એક ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

વધુ વાંચો: ચૈત્ર નવરાત્રી આઠમ: પાવાગઢમાં વહેલી સવારથી ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપુર ઉંમટયું

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img