નવી દિલ્હી, 14 જૂન 2026: International Yoga Day 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલાના કાર્યક્રમોના ભાગ રૂપે, આયુષ મંત્રાલયે આજે સવારે મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા અને હબિલ્ડના સહયોગથી એક વૈશ્વિક ઓનલાઈન યોગ સત્રનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 130 થી વધુ દેશોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિશ્વભરના યોગ ઉત્સાહીઓને ડિજિટલ પ્લેટફોર્મ પર એકસાથે લાવવાનો અને યુટ્યુબ લાઈવ યોગ સ્ટ્રીમ પર સૌથી વધુ દર્શકોની સંખ્યા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો હતો.
સહભાગીઓને સંબોધતા, આયુષ મંત્રી પ્રતાપ રાવ જાધવે જણાવ્યું હતું કે યોગ આજે એક વૈશ્વિક જન આંદોલન બની ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને માન્યતા આપવી એ ભારત માટે ગર્વની વાત છે અને શારીરિક અને માનસિક સુખાકારી માટે યોગની વધતી જતી સ્વીકૃતિને પ્રતિબિંબિત કરે છે. તેમણે દરેકને યોગને તેમની દિનચર્યામાં સામેલ કરવા વિનંતી કરી. પ્રતાપ રાવ જાધવે ટિપ્પણી કરી કે યોગમાં સમગ્ર માનવતાને એક કરવાની ક્ષમતા છે.
વધુ વાંચો: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે યોગની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો


