1. Home
  2. ગુજરાતી
  3. કર્ણાટકના એક મંદિરમાંથી 51.20 લાખની ચાંદની મૂર્તિની ચોરી, 1.20 કરોડની કિંમતનો સામાન ગાયબ
કર્ણાટકના એક મંદિરમાંથી 51.20 લાખની ચાંદની મૂર્તિની ચોરી, 1.20 કરોડની કિંમતનો સામાન ગાયબ

કર્ણાટકના એક મંદિરમાંથી 51.20 લાખની ચાંદની મૂર્તિની ચોરી, 1.20 કરોડની કિંમતનો સામાન ગાયબ

0
Social Share

બેંગલુરુ, 07 જુલાઈ 2026: Theft of a silver idol from a temple દેશમાં રામમંદિર દાન ચોરી કેસની તપાસ વચ્ચે કર્ણાટકના શ્રી પાવડા બસવેશ્વર મંદિરના ગર્ભગૃહમાંથી 32 કિલો ચાંદીની મૂર્તિ સહિત 60 કિલોથી વધુ વજનની ચાંદીની વસ્તુઓની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે.

કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં આવેલા શ્રી પાવડા બસવેશ્વર મંદિરમાંથી 32 કિલો વજનની ચાંદની મૂર્તિની ચોરી થઈ છે; તેની અંદાજિત કિંમત 51.20 લાખ હોવાનું જણાવાયું છે. આ ઘટના મુદ્દેબિહાલ તાલુકાના બસરકોડ ગામમાં રાત્રે બની હતી.

સવારે લગભગ 4 વાગ્યે મંદિરના પૂજારીને દરવાજા ખુલ્લા અને તાળાં તૂટેલા હાલતમાં જોવા મળ્યા; ત્યારબાદ મૂર્તિ ગાયબ હોવાનું માલૂમ પડ્યું. મંદિર સમિતિના પ્રમુખ કર્નંદપ્પા બિરાદાર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે મુદ્દેબિહાલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

વધુ વાંચો: જયપુરમાં પુરપાટ ઝડપે આવતા ટ્રકે ફુગ્ગા વેચનારને કચડ્યો, ત્રણ બાળકોનાં મોત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code