Homerevoinewsસુરત શહેરના પૂરગ્રસ્ત 2500 પરિવારોને દોઢ કરોડની કેશ ડોલ્સ સહાય ચુકવાઈ

સુરત શહેરના પૂરગ્રસ્ત 2500 પરિવારોને દોઢ કરોડની કેશ ડોલ્સ સહાય ચુકવાઈ

સુરત, 11 જુલાઈ, 2026 :  શહેરમાં પુરના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે નુકશાન થયું છે જે અંગે તત્કાલ સર્વેની કામગીરી કરીને કેશડોલ્સ તથા ઘરવખરીની ચુકવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના છ તાલુકામાં ૫૦ ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં ૨૫૦૦ પરિવારોને રૂા.૧.૫૦ કરોડની સહાય કેસમાં ચુકવવામાં આવી છે. હાલમાં પણ તમામ વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ છે એટલે બાકી રહેલા પરિવારોને પણ સત્વરે સહાય મળી જશે. તેમ  જિલ્લા કલેકટર તેજસ પરમારે જણાવ્યું હતું.

પરમારે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાણિજ્યિક દુકાનો અને શેડ્સમાં પાણી ભરાવાના કારણે વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે. વેપારીઓને રાહત આપવા માટેની પ્રક્રિયા વિચારણા હેઠળ છે. વેપારીઓને થયેલા નુકશાનને માટે ઈન્સ્યોરન્સ કંપનીના પ્રતિનિધિઓ બેઠક કરવામાં આવી હતી.

ઈન્સ્યોરન્સ કંપનીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જેટલા પણ ક્લેમ આવે તે ઝડપથી સ્વીકારવામાં આવે અને તેનો નિકાલ કરવામાં આવે. ક્લેમ કરનાર વ્યક્તિને ઓછામાં ઓછી અડચણ કે તકલીફ પડે તેનું ખાસ ધ્યાન રાખવા પણ જણાવ્યું છે. ઇન્ડસ્ટ્રીઝ અને વેપારી વર્ગ સાથે સંકલન સાધીને ક્લેમની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે એક નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. વેપારીઓ કે એજન્સીઓની ફરિયાદ નિવારણ માટે એક વેબસાઇટ પણ ઝડપથી શરૂ કરવામાં આવશે, જેના પર મળેલી ફરિયાદો ઇન્સ્યોરન્સ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવશે.

  • કાળાબજારી કરનારા તત્વોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી

કાળાબજારી અને વધુ ભાવ લેવા સામે ચેતવણી આપતા કહ્યું હતું કે, પૂર બાદ કેટલીક જગ્યાએ રિપેરિંગ શોપ્સ (જેમ કે ઓટો રિપેરિંગ કે મશીન રિપેરિંગ) અને અનાજની દુકાનો પર લોકો પાસેથી સામાન્ય કરતાં વધુ ભાવ લેવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ મળી છે. આવી કાળાબજારી કરનારા તત્વોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, જો કોઈ દુકાનદાર કે વ્યક્તિ આવી આપત્તિના સમયે વધુ ભાવ લેતા પકડાશે, તો તેમની સામે સખત કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular