Homeગુજરાતીગુજરાતસુરતમાં ક્રિષ્ના સિલ્ક મિલમાં બોઈલર ફાટતા લાગી ભીષણ આગ, 4 શ્રમિકો દાઝી...

સુરતમાં ક્રિષ્ના સિલ્ક મિલમાં બોઈલર ફાટતા લાગી ભીષણ આગ, 4 શ્રમિકો દાઝી જતા ગંભીર

સુરત, 14 ઓક્ટોબર, 2026 : A massive fire broke out in a boiler explosion at Krishna Silk Mill શહેરના ઉધના રોડ પર આવેલી ક્રિષ્ના સિલ્ક મિલમાં બોઈલર ફાટતા ભીષણ આગ ફાટી નિકળતા અફરા-તફરી મચી ગઈ હતી. બોઈલર ફાટતા જ ધડાકા સાથે પ્રચંડ અવાજને લીધે શ્રમિકોમાં નાસભાગ મચી ગઈ હતી. ભીષણ આગમાં ચાર શ્રમિકો ગંભીરરીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

 આ બનાવની વિગત એવી છે. કે, શહેરના ઉધના રોડ-2 પર આવેલી ક્રિષ્ના સિલ્ક મિલમાં રોજિંદી કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક કોઈ ટેકનિકલ ખામી કે વધુ પડતા પ્રેશરને કારણે ધડાકા સાથે ફાટતા આસપાસના એકમોમાં કામ કરતા લોકો પણ ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. બ્લાસ્ટની સાથે જ મિલમાં આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી, અને બોઈલર નજીક કામ કરી રહેલા 4 શ્રમિકો આગની ઝપેટમાં આવી જતા ગંભીરરીતે દાઝી ગયા હતા. આ બનાવને લીધે આસપાસના લોકો અને મિલ સંચાલકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સની ટીમે ચારેય ઈજાગ્રસ્તોને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ફરજ પરના તબીબોએ ચારેય દર્દીઓની સ્થિતિ ગંભીર જોતાં તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરી દીધી છે.

ક્રિષ્ના સિલ્ક મિલમાં ભીષણ આગ લાગ્યાની  ફાયર કંટ્રોલ રૂમને જાણ કરાતાં જ ફાયર ફાઇટરો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બોઇલર ફાટવા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular