Homeગુજરાતીગુજરાતકાર પર પોલીસ બોર્ડ લગાવી, ફટાકડા ફોડી, કેક કાપીને શો બાજી કરાતા...

કાર પર પોલીસ બોર્ડ લગાવી, ફટાકડા ફોડી, કેક કાપીને શો બાજી કરાતા યુવાનની અટકાયત

અમદાવાદ, 14 ઓક્ટોબર, 2026 :  Youth arrested for putting up a police sign on his car, bursting crackers, and cutting a cake શહેરના સાબરમતી નદી પરના રિવરફ્રન્ટ પર સ્કોર્પિયા કાર લઈને આવેલા એક યુવાને પોતાના જન્મદિન હોવાથી જાહેરમાં કેક કાપીને ઊજવણી કરીને રોડ પર ફટાકડા ફોડીને તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વાયરલ થયેલા વિડિયોમાં સ્કોર્પિયોકારના ડેસ્કબોર્ડ પર પોલીસનું બોર્ડ મુકેલુ હતું.  આ વીડિયો ધ્યાન પર આવતાં સાબરમતી રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને કારચાલક યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે. કે, શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર રિવરફ્રન્ટ પર સ્કોર્પિયા કાર લઈને આવેલા એક યુવાને પોતાના જન્મદિન હોવાથી જાહેરમાં કેક કાપીને ઊજવણી કરીને રોડ પર ફટાકડા ફોડીને તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો  વીડિયોમાં સ્કોર્પિયો કાર પર પોલીસ લખેલું બોર્ડ અને રિવરફ્રન્ટ પર જાહેરમાં ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરાતી હોવાનું સ્પષ્ટ જણાતું હતું. આથી પીઆઈ જે.પી. ચૌધરીની સૂચનાથી પોલીસે રિવરફ્રન્ટ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી સ્કોર્પિયો કારનો નંબર મેળવ્યો હતો. કાર માલિકની પૂછપરછ કરતાં માલૂમ પડ્યું કે, બોપલ-ધુમા રોડ પર રહેતો કિશન ભાલોડિયા તેમની કાર લઈને રિવરફ્રન્ટ પર ફરવા નીકળ્યો હતો.

શહેરની રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધ્યો તપાસ દરમિયાન કિશન ભાલોડિયાએ જ કારમાં પોલીસનું બોર્ડ લગાવીને જાહેરમાં ફટાકડા ફોડ્યા હોવાની કબૂલાત કરી હતી. જેને પગલે સાબરમતી રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસે જાહેરનામાનો ભંગ કરવા, કાર પર ગેરકાયદેસર પોલીસનું બોર્ડ લગાવવા અને જાહેરમાં ફટાકડા ફોડી ભયનું વાતાવરણ ઊભું કરવા મામલે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular