Homeગુજરાતીગુજરાતરથયાત્રા મહોત્સવમાં શ્રી હર્ષ સંઘવીએ સારસપુરના બાલા હનુમાનજી મંદિરે ચરણ પાદુકાનું પૂજન...

રથયાત્રા મહોત્સવમાં શ્રી હર્ષ સંઘવીએ સારસપુરના બાલા હનુમાનજી મંદિરે ચરણ પાદુકાનું પૂજન કર્યું

અમદાવાદ, 14 જુલાઈ 2026: રથયાત્રા મહોત્સવના પાવન અવસરે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સારસપુર સ્થિત શ્રી બાલા હનુમાનજી મંદિરે દર્શન કરી ભગવાનની ચરણ પાદુકાનું વિધિવત્ પૂજન-અર્ચન કર્યું હતું. તેમણે રાજ્યમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વજન કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

રથયાત્રા મહોત્સવના અનુસંધાનમાં આવતીકાલે સારસપુર ખાતે દેશભરના વિવિધ તીર્થસ્થાનોમાંથી પધારનારા સાધુ-સંતો માટે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાધુ-સંતોનું સન્માન કરી તેમને દક્ષિણા અર્પણ કરવામાં આવશે તેમજ વસ્ત્રદાનનો પવિત્ર કાર્યક્રમ પણ યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંત-મહંતો, મહામંડલેશ્વરો, આગેવાનો અને હરિભક્તો ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવશે.

સંબંધિત લેખો

Most Popular