Homeગુજરાતીદેશ-વિદેશલાંચ કેસમાં MIBના ડેપ્યુટી કંટ્રોલર ઓફ એકાઉન્ટ્સની CBI દ્વારા અટકાયત

લાંચ કેસમાં MIBના ડેપ્યુટી કંટ્રોલર ઓફ એકાઉન્ટ્સની CBI દ્વારા અટકાયત

નવી દિલ્હી, 19 ઓગસ્ટ 2026: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા લાંચના કેસમાં નવી દિલ્હી સ્થિત માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં સ્વતંત્ર નાણાકીય સલાહકાર (IFA) તરીકે કામ કરતા ડેપ્યુટી કંટ્રોલર ઓફ એકાઉન્ટ્સની અટકાયત કરવામાં આવી છે.

ફાઈલનો ઝડપથી નિકાલ કરવા માટે આરોપી ડેપ્યુટી કંટ્રોલર ઓફ એકાઉન્ટ્સ (ICAS:2020), જેઓ માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB)માં IFA તરીકે કામ કરે છે, તેમણે ફરિયાદી પાસે રૂ. 15,00,000ની ગેરકાયદેસર રકમની માંગણી કરી હતી તેવા આરોપ મૂકતી ફરિયાદના આધારે CBIએ આ કેસ 18.08.2026ના રોજ સંબંધિત આરોપી સામે નોંધ્યો હતો. વાતચીત બાદ, આરોપી તેમની સમક્ષ પેન્ડિંગ રહેલી ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટના રિન્યુઅલની ફાઈલનો ઝડપથી નિકાલ કરવા માટે ફરિયાદી પાસેથી રૂ. 10,00,000ની લાંચ સ્વીકારવા સંમત થયા હતા. CBIએ છટકું ગોઠવ્યું હતું અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના આરોપી લોકસેવક, IFA/DCAને તેમની પત્ની મારફતે 10 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા પકડી પાડ્યા હતા. લોકસેવકની અટકાયત કરવામાં આવી છે.

(PHOTO-FILE)

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular