Homeગુજરાતીસેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં સોનાની ખાણ ધરાશાયી થવાથી 100થી વધુ લોકોનાં મોત

સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં સોનાની ખાણ ધરાશાયી થવાથી 100થી વધુ લોકોનાં મોત

બાંગુઈ, 20 ઓગસ્ટ 2026: Gold mine collapses in Central African Republic સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકના પશ્ચિમી ભાગમાં સોનાની ખાણ ધરાશાયી થવાને કારણે 100થી વધુ લોકોનાં મોત થયાં છે. રાહત કામગીરીમાં સામેલ રેડ ક્રોસના એક સ્વયંસેવક અને સ્થાનિક અધિકારીએ આ માહિતી આપી હતી.

કેમરૂન સરહદ નજીક આવેલા નાના-મામ્બેરે (Nana-Mambéré) પ્રદેશના જામ્બોયે ગામમાં મંગળવારે સવારે સોનાની એક પરંપરાગત ખાણ ધરાશાયી થઈ હતી. બચાવ કામગીરીમાં સામેલ સ્થાનિક રેડ ક્રોસ સ્વયંસેવક, ગેર્વેસ ગાનાગોરોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 100થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ઘણા લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.

જામ્બોયે યુથ કાઉન્સિલના સભ્ય બર્ટ્રાન્ડ બે યાંગુએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક હજુ વધી શકે છે, કારણ કે ઘણા લોકો ગુમ છે અને કેટલાક કાટમાળ નીચે ફસાયેલા છે. યાંગુએ ટિપ્પણી કરી હતી કે તેમનું જીવિત બચવું એ કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય.

વધુ વાંચો: કેન્યામાં સફારી હેલિકોપ્ટર ક્રેશ, ઇક્વાડોરના ગુપ્તચર વડા સહિત 7 લોકોનાં મોત

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular