Homeગુજરાતીડૉ. મનસુખ માંડવિયાએ બ્રિક્સ દેશોના પ્રતિનિધિઓ સાથે થોટલાકોંડા બૌદ્ધ વારસા સ્થળની મુલાકાત...

ડૉ. મનસુખ માંડવિયાએ બ્રિક્સ દેશોના પ્રતિનિધિઓ સાથે થોટલાકોંડા બૌદ્ધ વારસા સ્થળની મુલાકાત લીધી

વિશાખાપટનમ, 22 ઓગસ્ટ 2026: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ​​આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ નજીક આવેલું ઐતિહાસિક થોટલાકોંડા બૌદ્ધ વારસાની મુલાકાત લીધી હતી, આ મુલાકાત દરમિયાન તેમની સાથે બ્રિક્સ (BRICS) દેશોના મંત્રીઓ અને વરિષ્ઠ પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. પ્રતિનિધિઓએ મહાસ્તૂપ, ધ્યાન કેન્દ્રો, કૂવા અને રસોડાના વિસ્તારો સહિતના પ્રાચીન બૌદ્ધ અવશેષોનું નિરીક્ષણ કર્યું હતું. તેમને આ સ્થળના ઐતિહાસિક મહત્વ અને સદીઓ પહેલાં ત્યાં નિવાસ કરતા બૌદ્ધ સાધુઓના જીવન વિશે માહિતી આપવામાં આવી હતી. ડૉ. માંડવિયાએ ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત થોટલાકોન્ડા ખાતે એક છોડનું વાવેતર પણ કર્યું હતું.

થોટલાકોન્ડાના સમૃદ્ધ બૌદ્ધ વારસાની પ્રશંસા કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારતનો બૌદ્ધ વારસો સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. આ મુલાકાત વર્ષ 2026 માટે ભારતની બ્રિક્સ (BRICS) અધ્યક્ષતા હેઠળ વિશાખાપટ્ટનમમાં યોજાઈ રહેલા કાર્યક્રમોનો એક ભાગ છે, જેમાં 11 બ્રિક્સ દેશોના મંત્રીઓ અને વરિષ્ઠ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

આજે સાંજે વિશાખાપટ્ટનમમાં બ્રિક્સ (BRICS) દેશોના યુવા બાબતોના મંત્રીઓની બેઠક યોજાશે. ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક યુવા વિકાસ અને સશક્તિકરણના ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવાના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સાહસિકતા, કલ્યાણ અને ટકાઉ વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

આવતીકાલે વિશાખાપટ્ટનમમાં બ્રિક્સ (BRICS) દેશોના રમતગમત મંત્રીઓની બેઠક યોજાશે. આ બેઠકમાં રમતગમતના ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવા પર ચર્ચા કેન્દ્રિત રહેવાની અપેક્ષા છે.

આ બેઠકો વિવિધ દેશો વચ્ચે અનુભવોની આપ-લે કરવાની, વ્યવહારુ સહયોગના ક્ષેત્રોની ઓળખ કરવાની અને યુવા સહભાગિતા, રમતગમતનો વિકાસ તથા સર્વસમાવેશી વિકાસની દિશામાં સામૂહિક પ્રયાસોને મજબૂત કરવાની મહત્વપૂર્ણ તક પૂરી પાડશે.

વધુ વાંચો: મુખ્યમંત્રી સૈનીના કાફલાને કાળા ઝંડા બતાવવાની ઘટનાના મામલે SHO અને ASI સહિત 10 પોલીસકર્મીઓને સસ્પેન્ડ

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular