Homeગુજરાતીદેશ-વિદેશSIRની પ્રક્રિયાના અંતે લગભગ 10 કરોડ વ્યક્તિઓ પાસે મતદાનનો અધિકાર નહીં રહેઃ...

SIRની પ્રક્રિયાના અંતે લગભગ 10 કરોડ વ્યક્તિઓ પાસે મતદાનનો અધિકાર નહીં રહેઃ પી.ચિદમ્બરમ

નવી દિલ્હી, 24 ઓગસ્ટ 2026: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ પી. ચિદમ્બરમે મતદાર યાદીના ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) ની પ્રક્રિયાને લઈને ભારતીય ચૂંટણી પંચ (ECI) સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચૂંટણી પંચ પર “બિના વોટ દેને વાલે નાગરિકો” (મતદાન અધિકાર વગરના નાગરિકો)નો એક નવો વર્ગ ઊભો કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો હતો કે, એસઆઈઆરની પ્રક્રિયાના અંતે 10 ટકા મતદારો પાસે મત આપવાનો અધિકાર રહેશે નહીં.

યુએઈ (UAE) માં ભારતના પૂર્વ રાજદૂત નવદીપ સૂરીએ પંજાબમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા હતા, જેના સમર્થનમાં ચિદમ્બરમનું આ નિવેદન સામે આવ્યું છે. પૂર્વ રાજદૂતે જણાવ્યું હતું કે, જો ત્રણ દેશોમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિને પોતાની નાગરિકતા સાબિત કરવામાં મુશ્કેલી પડતી હોય, તો સામાન્ય નાગરિકોની સ્થિતિ કેવી હશે? તેમણે જણાવ્યું હતું કે ચકાસણી માટે ઉપયોગમાં લેવાયેલી 2003ની મતદાર યાદી સાથે તેમની વિગતો મેળ ખાધી ન હતી, કારણ કે તે સમયે તેઓ લંડનમાં તૈનાત હતા અને તે યાદીના અપડેટમાં સામેલ થઈ શક્યા ન હતા.

પી. ચિદમ્બરમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે આ પ્રક્રિયાના અંતે આશરે ૧૦ ટકા પુખ્ત વસ્તી (લગભગ ૧૦ કરોડ લોકો) પાસે નાગરિકતા તો હશે, પરંતુ ચૂંટણી પંચની આ પ્રક્રિયાના કારણે તેમની પાસે મત આપવાનો અધિકાર રહેશે નહીં. આ સાથે તેમણે ચૂંટણી પંચની આખી પ્રક્રિયા પારદર્શિતા અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ખડા કર્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular