મંત્ઇરસ્કોન સમૂહની વિનંતી પર માનવીય અને ઉદાર અભિગમ દાખવી પોતાનો ૪ સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે આયોજિત થનાર પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ રદ કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ
ગાંધીનગર, 27 ઓગસ્ટ, 2026 – ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઇસ્કોન સમૂહની વિનંતી પર માનવીય અને ઉદાર અભિગમ દાખવી પોતાનો ૪ સપ્ટેમ્બરે આયોજિત થનાર પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ રદ કર્યો હોવાનું જાણવા મળે છે.
અત્રે નોંધનીય છે કે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહનો ૪ સપ્ટેમ્બરના રોજ સેકટર ૧૭ ટાઉનહોલ ગાંધીનગર ખાતે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ આયોજિત થવાનો હતો. પરંતુ આ જ દિવસે ઇસ્કોન સમૂહ દ્વારા પણ આ જ સ્થળે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાબત ઇસ્કોન સમૂહ દ્વારા શ્રી અમિતભાઈ શાહને ધ્યાને મૂકવામાં આવી હતી.
અમિતભાઈએ પ્રાથમિકતાથી આપેલ આ પ્રતિસાદ બદલ આભાર સહ આનંદની લાગણી
વ્યક્ત કરતા ઇસ્કોન સમૂહના ભાવિક ભક્તો અને નાગરિકો

સાંસદ અને મંત્રી શ્રી શાહે આ વિષયમાં માનવીય, સરળ અને ઉદાર વલણ દાખવી હજારો ભક્તો અને નાગરિકોની લાગણીને માન આપી, ત્વરિત નિર્ણય લઈને પોતાનો નિર્ધારિત કાર્યક્રમ રદ કરી ઇસ્કોન સમૂહ દ્વારા આયોજિત થનાર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી સુચારૂ રૂપે થાય તે સુનિશ્ચિત કર્યું હતું.
શ્રી શાહે પ્રાથમિકતાથી આપેલ આ પ્રતિસાદ બદલ ઇસ્કોન સમૂહના ભાવિક ભક્તો અને નાગરિકોએ તેમના પ્રત્યે આભાર સહ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.


