Homeગુજરાતીદેશ-વિદેશઆસામના સોનિતપુરમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોનાં મોત

આસામના સોનિતપુરમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોનાં મોત

તેઝપુર, 12 સપ્ટેમ્બર 2026: આસામના સોનિતપુર જિલ્લામાં એક અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયાં છે. પોલીસે જણાવ્યું હતું કે શનિવારે જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ અકસ્માત રંગાપારા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા બાલીપારામાં એક પેટ્રોલ પંપ નજીક થયો હતો. તેમણે કહ્યું કે કારની સામેથી આવતા એક વ્યાવસાયિક વાહન (ટ્રક) સાથે સામસામે ટક્કર થઈ હતી. તેમણે ઉમેર્યું, “આ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયાં છે; મૃતકો તમામ કારમાં સવાર હતા.”

ટ્રક ડ્રાઈવર ફરાર

અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ હર ગોવિંદા હજોવારી, નયન સ્વર્ગિયારી, પપ્પુ બોરા, પ્રાંજલ બાનિયા અને સંજય મેચ તરીકે કરવામાં આવી છે. તેઓ તમામ જિલ્લાના ઘોરામારી બાતાબારી વિસ્તારના રહેવાસી હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

વધુ વાંચો: શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જીના પ્રકાશ પર્વ નિમિત્તે ઓમ બિરલા, ગૃહમંત્રી અને રક્ષામંત્રીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular