ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર, 2026 – Shahzad Bhatti’s network declared a terrorist organization શહઝાદ ભટ્ટી નેટવર્ક (SBN) પર મોદી સરકારે મોટો નિર્ણય લેતાં તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં UAPAની કલમ 35(1)(a) નો ઉપયોગ કરીને SBN ને અધિનિયમની પ્રથમ અનુસૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે. આ અનુસૂચિમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની યાદી નોંધાયેલી હોય છે.
ગંભીર કલમો હેઠળ નોંધાયેલા કેસોનો ઉલ્લેખ
આ અનુસૂચિમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની યાદી હોય છે. નોટિફિકેશનમાં SBNના સભ્યો સામે UAPA, ભારતીય ન્યાય સંહિતા, આર્મ્સ એક્ટ, એક્સપ્લોસિવ્સ એક્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને ‘પ્રિવેન્શન ઓફ ડિફેસમેન્ટ ઓફ પ્રોપર્ટી એક્ટ’ જેવા કાયદાઓ હેઠળ નોંધાયેલા ગુનાહિત કેસોનો હવાલો આપવામાં આવ્યો છે.
Pursuing PM Shri @narendramodi Ji’s vision of zero tolerance against terror, the MHA declares the Shahzad Bhatti Network as a terrorist organisation under the UAPA.
The group is involved in smuggling of arms, explosives and narcotics across borders, apart from inciting youths…
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) September 16, 2026
આ જૂથ હથિયારો, વિસ્ફોટકો અને નશીલા પદાર્થોની સરહદ પારથી થતી તસ્કરીમાં સામેલ છે, સાથે જ યુવાનો અને નાના-મોટા અસામાજિક તત્વોને આતંકવાદ તરફ ઉશ્કેરે છે. ભારતની લોકશાહી પ્રણાલી અને કોમી સૌહાર્દને નિશાન બનાવીને, આ સિન્ડિકેટ નફરત ફેલાવતું ડિજિટલ કન્ટેન્ટ પણ પ્રકાશિત કરતું હતું.
શહઝાદ ભટ્ટી ગેંગ શું છે?
શહઝાદ ભટ્ટી પાકિસ્તાનનો એક કુખ્યાત ગેંગસ્ટર છે. ગૃહ મંત્રાલયના નિવેદન મુજબ, શહઝાદ ભટ્ટી નેટવર્ક (SBN) એક એવું સંગઠન છે જેનો ઉદ્દેશ્ય દેશના ભોળા યુવાનો અને સ્થાનિક ગુનેગારોને સામેલ કરીને સરહદ પારથી હથિયારો, વિસ્ફોટકો અને નશીલા પદાર્થોની દાણચોરી તથા આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા દેશની લોકશાહી વ્યવસ્થા, કોમી સૌહાર્દ અને આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કરવાનો છે.

ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, “શહઝાદ ભટ્ટી નેટવર્ક (SBN) વિવિધ ડિજિટલ સંચાર માધ્યમોનો ઉપયોગ કરીને ભડકાઉ સંદેશાઓનો પ્રચાર કરવા અને જાહેર વ્યવસ્થાને ખોરવતી હિંસક પ્રવૃત્તિઓ દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે, જે દેશની અખંડિતતા માટે એક ગંભીર પડકાર છે. સરકારનો દ્રઢ વિશ્વાસ છે કે ‘શહઝાદ ભટ્ટી નેટવર્ક (SBN)’ આતંકવાદમાં સંડોવાયેલું છે અને તેણે ભારતમાં આતંકવાદના વિવિધ કૃત્યોમાં ભાગ લીધો છે.”


