Homeગુજરાતીદેશ-વિદેશઉધમપુરમાં સુરક્ષા દળોનું ઓપરેશન: 2 આતંકવાદીઓ ઠાર, હથિયારોનો જથ્થો જપ્ત

ઉધમપુરમાં સુરક્ષા દળોનું ઓપરેશન: 2 આતંકવાદીઓ ઠાર, હથિયારોનો જથ્થો જપ્ત

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર 2026: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના માલજટા (બ્રટ્ટલ) વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. ગુરુવારે અધિકારીઓએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને ગોળા-બારૂદ જપ્ત કરવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી આ આતંકીઓની ઓળખ થઈ શકી નથી.

મળતી વિગતો મુજબ, બુધવારે મોડી સાંજે માલ્જટા વિસ્તારમાં ફાયરિંગનો અવાજ સંભળાયા બાદ આ અથડામણ શરૂ થઈ હતી. વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ બાતમી મળતાં જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ભારતીય સેનાની ‘વ્હાઇટ નાઇટ કોર’ના જણાવ્યા અનુસાર, “16-17 સપ્ટેમ્બરની રાત્રે મળેલી ગુપ્ત માહિતીના આધારે ચલાવવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં ઉધમપુરના બ્રટ્ટલ વિસ્તારમાં 2 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. હાલમાં પણ સમગ્ર વિસ્તારમાં સર્ચ અને સર્વેલન્સ ઓપરેશન ચાલુ છે.”

પોલીસ અને સેનાની ‘પેરા સ્પેસલ ફોર્સિસ’ની સંયુક્ત ટીમ દ્વારા આ વિસ્તારમાં ઘેરાબંધી વધુ મજબૂત કરવામાં આવી છે. અન્ય કોઈ આતંકવાદી આસપાસ છુપાયેલો ન હોય તે સુનિશ્ચિત કરવા વધારાની સુરક્ષા ટુકડીઓ તૈનાત કરીને તપાસ તેજ બનાવી દેવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular