Homerevoinews39 પત્ની, 94 બાળકો, 200 સભ્યોનો પરિવાર અને 100 રૂમનું ઘરઃ આ...

39 પત્ની, 94 બાળકો, 200 સભ્યોનો પરિવાર અને 100 રૂમનું ઘરઃ આ છે મિઝોરમના ઝિઓના ચાનાની કથા!

આઈઝોલ, 21 સપ્ટેમ્બર, 2026 – મિઝોરમના બક્તાવંગ ગામમાં આજે પણ એક એવો પરિવાર રહે છે જે માત્ર ભારત માટે નહીં, દુનિયા માટે પણ આશ્ચર્યજાનક છે. વાત છે ચાના (Chana) પરિવારની, જેની ગણના વિશ્વના સૌથી મોટા પરિવારોમાં થાય છે. આ પરિવારના સભ્યોની સંખ્યા 40…50..100…150 નહીં પરંતુ 200 છે. આ પરિવારમાં 39 પત્નીઓ, 94 બાળકો, 14 પુત્રવધૂઓ, 33 પૌત્ર-પૌત્રીઓ અને અન્ય ઘણા સભ્યો શામેલ છે. વિચારો કોઈ સામાન્ય ઘરમાં લગ્ન-પ્રસંગ દરમિયાન 30-40 મકાન-મેહમાનો આવી જાય તો વ્યવસ્થા સાચવવી મુશ્કેલ બની જાય છે, ત્યાં રોજેરોજ સેંકડો લોકો એકસાથે રહે છે, જમે છે અને જીવન વિતાવે છે. આ જ બાબત આ પરિવારને દુનિયાના અન્ય પરિવારોથી અલગ બનાવે છે.

ખ્રિસ્તી ધાર્મિક સમુદાયથી શરૂ થયેલી અસાધારણ વાર્તા

આ પરિવારની વાર્તા ફક્ત સંખ્યાની વાત નથી. આની શરૂઆત 1942માં થઈ હતી, જ્યારે ખુઆંગતુઆહા (Khuangtuaha) એ ‘લાલપા કોહરાન થાર’ (Lalpa Kohhran Thar) નામના ખ્રિસ્તી ધાર્મિક સમુદાયની સ્થાપના કરી હતી. 1997માં પિતાના અવસાન પછી ઝિઓના ચાના (Ziona Chana) આ સમુદાયના વડા બન્યા અને તેમને “હોતુપા” (Hotupa) એટલે કે નેતા કહેવામાં આવવા લાગ્યા. તેમના નેતૃત્વ હેઠળ આ પરિવાર અને સમુદાય બંને ઝડપથી વધ્યા. વર્ષ 2021માં ઝિઓના ચાનાનું નિધન થઈ ગયું, પરંતુ આજની તારીખે પણ આ પરિવાર સંગઠિત છે અને અગાઉની જેમ જ નિયમોનું પાલન કરી રહ્યો છે.

39 wives, 94 children, a family of 200 members, and a 100-room house: This is the story of Ziona Chana from Mizoram!

100 ઓરડા ધરાવતું એવું ઘર, જાણે કોઈ હોસ્ટેલ જોઈ લો

બક્તાવંગની ટેકરીઓ વચ્ચે બનેલું “છુઆન થાર રન” (Chhuan Thar Run) નામનું ચાર માળનું મકાન પહેલી નજરે કોઈ હોસ્ટેલ કે નાની હોટેલ જેવું લાગે છે. ઘરમાં લગભગ 100 ઓરડા છે અને બહારથી આવતા મહેમાનો માટે અલગ ગેસ્ટ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે. આ મકાન આજે મિઝોરમના સૌથી ચર્ચિત પ્રવાસન સ્થળોમાં શામેલ છે. અહીં પહોંચતા પ્રવાસીઓ એ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે એક પરિવાર માટે આટલું વિશાળ માળખું કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું અને આજે પણ તેનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે ઘરની અંદર પણ એક ચોક્કસ નિયમ-વ્યવસ્થા છે. અહેવાલો અનુસાર, મોટી ઉંમરની પત્નીઓ ઉપરના ભાગમાં રહે છે જ્યારે કેટલીક યુવાન પત્નીઓ નીચેના માળ પર રહેે છે. ઘરની અંદર જવાબદારીઓની એવી વહેંચણી છે કે આટલી મોટી વસ્તી હોવા છતાં વ્યવસ્થા ખોરવાતી નથી.

આ પરિવારનું રસોડું જ સૌથી મોટું આશ્ચર્ય છે

જો આપણા કોઈ સામાન્ય ઘરમાં 10 મહેમાનો આવી જાય તો રસોડાનું બજેટ અને મહેનત બંને વધી જાય છે. પરંતુ કલ્પના કરો એવા રસોડાની જ્યાં રોજેરોજ ડઝનો નહીં પરંતુ સેંકડો લોકો માટે ભોજન તૈયાર થતું હોય! ભોજન બનાવવા માટે એલ્યુમિનિયમના મોટાં વાસણો, મોટા ચૂલા અને ટીમવર્કનો સહારો લેવામાં આવે છે. ઘરની પુત્રવધૂઓ ભોજન બનાવે છે, પુત્રીઓ સફાઈ અને કપડાંનું કામ સંભાળે છે, જ્યારે પુરુષો ખેતી, પશુપાલન, મિસ્ત્રીકામ અને નાના ઉદ્યોગોમાં રોકાયેલા રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ પરિવાર કોઈ નાના ગામની જેમ આત્મનિર્ભર વ્યવસ્થા પર ચાલે છે.

પોતાની ઇકોસિસ્ટમ તૈયાર કરી

આ વિશાળ પરિવારની બીજી એક અનોખી બાબત એ છે કે તેણે પોતાના માટે અલગ વ્યવસ્થા ઊભી કરી લીધી છે. પરિવાર પોતાની જરૂરિયાતનું અનાજ પોતે ઉગાડે છે અને પશુપાલન કરે છે. ફર્નિચર બનાવવું અને એલ્યુમિનિયમનાં વાસણો તૈયાર કરવા જેવાં કામો પણ પરિવારના સભ્યો જ કરે છે. ઝિઓના ચાનાએ પોતાના બાળકો માટે શાળા પણ સ્થાપી હતી. શાળામાં સરકારી અભ્યાસક્રમની સાથે સમુદાય સંબંધિત વિષયો પણ ભણાવવામાં આવે છે. આ જ કારણ છે કે આ પરિવાર ફક્ત મોટો જ નથી, પરંતુ મોટા ભાગે આત્મનિર્ભર પણ છે. આ જ મોડેલ લોકોને સૌથી વધુ આકર્ષિત કરે છે.

39 wives, 94 children, a family of 200 members, and a 100-room house: This is the story of Ziona Chana from Mizoram!

ગિનીસ રેકોર્ડની તક મળી, પરંતુ પોતે જ ઇનકાર કરી દીધો

એક રસપ્રદ વાત એ પણ છે કે આટલા મોટા પરિવારના કારણે દુનિયાભરનું મીડિયા ઝિઓના ચાનાની પાછળ પડી ગયું હતું. વર્ષ 2011માં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ  તરફથી ચકાસણીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ એવું કહેવાય છે કે પરિવારના વડા ઝિઓના ચાનાને પ્રચાર પસંદ ન હોવાથી તેમણે રેકોર્ડમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો. તેમ છતાં વર્લ્ડ રેકોર્ડ એકેડેમી, ધ વોલ સ્ટ્રીટ જર્નલ અને લંડન વર્લ્ડ રેકોર્ડ્સે આ પરિવારને વિશ્વના સૌથી મોટા પરિવારોમાં સ્થાન આપ્યું હતું.

2021માં થયું નિધન, પરિવાર આજે પણ અકબંધ

13 જૂન 2021ના રોજ 75 વર્ષની ઉંમરે ઝિઓના ચાનાનું નિધન થઈ ગયું. તે સમયે તેમને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. ઝિઓના ચાના ભલે હવે આ દુનિયામાં નથી, પરંતુ બક્તાવંગની ટેકરીઓમાં બનેલું તેમનું 100 ઓરડાવાળું ઘર આજે પણ આબાદ છે. સેંકડો લોકો આજે પણ એકસાથે રહે છે, એકસાથે ભોજન કરે છે અને એક એવી પરંપરાને જીવંત રાખી રહ્યા છે, જે આધુનિક ભારતમાં ઝડપથી વિલુપ્ત થઈ રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular