રિવોઈ ન્યૂઝ, 24 સપ્ટેમ્બર, 2026 – threats of forced conversion હિન્દુ નામ રાખવા છતાં ધર્માંતર કરી ચૂકેલી એક મહિલા અને તેના પરિવાર દ્વારા હિન્દુ પતિ ઉપર ધર્માંતર માટે દબાણ થતું હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.
વીરેન્દ્રકુમાર નામના એક પરિણિત પુરુષે જાહેરમાં મીડિયા સમક્ષ આવીને તેના સાસરિયા વિરુદ્ધ નિવેદન આપ્યું છે. વીરેન્દ્રકુમારનું કહેવું છે કે, તેમણે હિન્દુ વિધિથી લગ્ન કર્યા હતા પરંતુ ત્યારબાદ થોડા સમય બાદ તેમની પત્ની તેમજ સાસરિયા દ્વારા તેમના ઉપર ખ્રિસ્તી મતાંતર કરી લેવાનું દબાણ શરૂ થઈ ગયું હતું.
વીરેન્દ્રકુમારનું કહેવું છે કે, તેમના કિસ્સામાં વ્યાપક હિન્દુ સમાજે તેમને સાથ આપવો પડશે અન્યથા તેમની પાસે આપઘાત કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.
જુઓ વીડિયો…
Phenomenon of crypto-Christians – people who outwardly maintain Hindu/Buddhist/Sikh identity while practising another – is tearing apart families and destroying lives
Distressed husband and wives have committed suicide over pressures to convert by their crypto-convert spouse… pic.twitter.com/r4j1QPKDmF
— Swati Goel Sharma (@swati_gs) September 24, 2026
મુઝફ્ફરનગરના આ તાજેતરના કિસ્સાને જ જુઓ: એક હિન્દુ પુરુષે હિન્દુ રીત-રિવાજો મુજબ પોતાના જ સમુદાયની એક મહિલા સાથે લગ્ન કર્યા, પરંતુ બાદમાં તેને ખબર પડી કે તે મહિલા અને તેનો પરિવાર પેન્ટેકોસ્ટલ જૂથોના પ્રભાવ હેઠળ હતા અને તેમનામાં હિન્દુ પરંપરાઓ તથા પ્રતિકો પ્રત્યે નફરત ઘર કરી ગઈ હતી.
ક્રિપ્ટો-ખ્રિસ્તીઓ (Crypto-Christians) ની ઘટના – એટલે કે એવા લોકો જેઓ બહારથી હિન્દુ, બૌદ્ધ કે સિખ ઓળખ જાળવી રાખે છે પરંતુ છૂપી રીતે અન્ય ધર્મનું પાલન કરે છે – તે પરિવારોને વિખેરી રહી છે અને જિંદગીઓ બરબાદ કરી રહી છે.
પોતાના ક્રિપ્ટો-ધર્માંતરિત જીવનસાથી અને તેમના પરિવાર દ્વારા ધર્માંતરણ માટે કરવામાં આવતા દબાણથી પીડાઈને હતાશ પતિ-પત્નીઓએ આત્મહત્યા કરી છે. ઝારખંડના લિનેશ સાહૂ, ભરતપુરની મંજા દેવી અને સાંગલીની ઋતુજા રાજગેના કિસ્સા આનું ઉદાહરણ છે.








