Homeગુજરાતીદેશ-વિદેશહિમાચલના કિન્નૌરમાં સિઝનની પહેલી હિમવર્ષા: ચિતકુલમાં બરફની ચાદર

હિમાચલના કિન્નૌરમાં સિઝનની પહેલી હિમવર્ષા: ચિતકુલમાં બરફની ચાદર

નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર 2026: હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં હવામાનનો મિજાજ બદલાયો છે. ટ્બેબલ જિલ્લા કિન્નૌરના ઊંચા પર્વતો પર ચિતકુલ અને કુનો-ચારંગ સહિતના વિસ્તારોમાં સિઝનની પહેલી હિમવર્ષા નોંધાઈ છે, જેના કારણે આખો વિસ્તાર સફેદ ચાદરથી આચ્છાદિત થઈ ગયો છે. બીજી તરફ, જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

અચાનક આવેલા આ હવામાન પલટાના કારણે સમગ્ર પ્રદેશમાં ઠંડીનું પ્રમાણ તીવ્ર બની ગયું છે, જેના પગલે સફરજનની મોસમ અને બગીચાની કામગીરીને લઈને મહત્વની અસર જોવા મળી છે. પ્રખ્યાત પ્રવાસન સ્થળ ચિતકુલ તેમજ ઊંચાઈવાળા શિખરો પર 2 થી 3 ઇંચ જેટલો બરફ પડ્યો છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ યથાવત છે.

 ઠંડીમાં અચાનક થયેલા વધારા અને ખરાબ હવામાનને કારણે સફરજનની મોસમ અને તેની હિલચાલ લગભગ સંપૂર્ણપણે બંધ જેવી થઈ ગઈ છે. અત્યાર સુધી જિલ્લામાં જાન-માલના નુકસાનના કોઈ અહેવાલ નથી. મુખ્ય નેશનલ હાઈવે-5 (NH-5) પર વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ છે, જો કે વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોખમ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular