Homeગુજરાતીદેશ-વિદેશપંજાબમાં મોટી સાજિશનો પર્દાફાશ: AK-47 અને હેન્ડ ગ્રેનેડ સાથે તસ્કર ઝડપાયો

પંજાબમાં મોટી સાજિશનો પર્દાફાશ: AK-47 અને હેન્ડ ગ્રેનેડ સાથે તસ્કર ઝડપાયો

અમૃતસર, 04 ઓક્ટોબર 2026: અમૃતસર ગ્રામીણ પોલીસે તહેવારોની મોસમ અગાઉ પંજાબમાં શાંતિ અને સૌહાર્દને ડહોળવાના પાકિસ્તાન અને વિદેશ સ્થિત તત્વોના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. મળેલી બાતમીના આધારે પોલીસે ગેરકાયદેસર શસ્ત્રોની હેરાફેરી કરતા એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમે એક તસ્કરની ધરપકડ કરી હતી અને શસ્ત્રોનો જથ્થો જપ્ત કર્યો હતો.

પંજાબના ડીજીપી ગૌરવ યાદવ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, અમૃતસર ગ્રામીણ પોલીસે એક AK-47 રાઈફલ, તેની મેગેઝિન, મોટી માત્રામાં જીવંત દારૂગોળો અને બે ખતરનાક હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા છે. AK-47 અને હેન્ડ ગ્રેનેડની આ જપ્તીને પગલે સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.

પાકિસ્તાનથી આવેલી ખેપ

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ માલ સરહદ પાર કરીને પાકિસ્તાનથી ભારતમાં દાણચોરી દ્વારા લાવવામાં આવ્યો હતો. આ જથ્થો મળી આવ્યા બાદ, અમૃતસરના ઘરિન્દા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ‘આર્મ્સ એક્ટ’ (શસ્ત્ર અધિનિયમ) અને ‘એક્સપ્લોઝિવ સબસ્ટન્સીસ એક્ટ’ (વિસ્ફોટક પદાર્થ અધિનિયમ)ની ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસ મળેલી કડીઓની તપાસમાં વ્યસ્ત

પોલીસે આરોપીના સમગ્ર નેટવર્કની આગળની અને પાછળની કડીઓનો પર્દાફાશ કરવા માટે તેની પૂછપરછ શરૂ કરી દીધી છે. તેઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ હથિયારો કોને મળવાના હતા અને કયો મોટો ગુનો આચરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. ડીજીપી ગૌરવ યાદવે સ્પષ્ટ કર્યું છે કે પંજાબમાં શાંતિ અને સૌહાર્દ ડહોળવાનો પ્રયાસ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં.

વધુ વાંચો: કરજણ નજીક નેશનલ હાઈવે પરના પંપ પર કારમાં CNG ભરાવતા થયો બ્લાસ્ટ

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular