Homerevoinewsભાજપ સરકાર ખેડૂતલક્ષી નહિ, ખેડૂતભક્ષી સરકાર છેઃ કોંગ્રેસ

ભાજપ સરકાર ખેડૂતલક્ષી નહિ, ખેડૂતભક્ષી સરકાર છેઃ કોંગ્રેસ

અમદાવાદ, 17 ઑક્ટોબર, 2026 – The BJP government is not pro-farmer, says Congress ભાજપ સરકાર ખેડૂતલક્ષી નહિ, ખેડૂતભક્ષી સરકાર છે તેમ ગુજરાત કોંગ્રેસે આજે કહ્યું હતું. આ અંગે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું કે, એક બાજુ ખેડૂતોના ઇનપુટ દવા, ખાતર, બિયારણ, ખેત ઓઝારના ભાવ દિવસે દિવસે વધતા જાય છે તો બીજી બાજુ ખેડૂતોના ખેત ઉત્પાદન ના ભાવ દિવસ દિવસે ઘટે છે અને સામે કુદરત નારાજ થયો છે જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ ઉત્તર ગુજરાતમાં દુષ્કાળગ્રસ્તના ડાકલા વાગી રહ્યા છે અને સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરતી નથી.

મહારાષ્ટ્ર અને કર્ણાટક સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા જ્યારે આખા ભારતમાં સૌથી ઓછો વરસાદ જિલ્લા પ્રમાણે જોઈએ તો દ્વારકા જિલ્લામાં માત્ર 16%  છે અને તાલુકા પ્રમાણે જોઈએ તો કલ્યાણપુર તાલુકામાં માત્ર 7% વરસાદ નોંધાયો છે એવા સમયે સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાને બદલે NPK ખાતરમાં થેલીએ 500 રૂપિયા વધારી ખેડૂતોના ખિસ્સામાં ખાતર પાડી રહી છે આ એટલું ઓછું હોય તેમ સરકારે કાલે ખેડૂતોને અપાતી વીજળીમાં 4 થી 6 કલાક કાપ આપવાની જાહેરાત કરી છે.

        ભાજપ સરકાર ખેડૂતલક્ષી નહિ ખેડૂતભક્ષી સરકાર છે, એકબાજુ NPK ખાતરમાં ૫૦૦ રૂપિયાનો વધારો બીજી બાજુ વીજ કાપ, ત્રીજી બાજુ દુષ્કાળગ્રસ્ત વર્ષ હોવા છતાં દુષ્કાળગ્રસ્ત જાહેર નહિ, ચોથી બાજુ વીજ કંપનીના ફાયદા માટે લાયકાત વગરના વેલ્યુઅર પાસે ખેડૂતની જમીનની કિંમત નક્કી કરાવે છે, અલનીનોના કારણે વીજકાપ સરકારનું હાસ્યાસ્પદ બહાનુ, આખા ભારતમાં સૌથી ઓછો વરસાદ માત્ર ૭% કલ્યાણપુર તાલુકામાં, આખા ભારતમાં સૌથી ઓછો વરસાદ દ્વારકા, જામનગર, પોરબંદર જિલ્લામાં, કર્ણાટક, મહારાષ્ટ્ર દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તો ગુજરાત સરકારને શું પેટમાં દુઃખે?

૧૪/૭/૨૦૨૬ ના જજમેન્ટમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે “બિન ખેતીના વેલ્યુઅર ખેતીની જમીનનું મુલ્યાંકન ન કરી શકે, આ કેસમાં સરકારે પણ દલીલ કરી કે બિન ખેતીના વેલ્યુઅર ખેતીની જમીનનું મુલ્યાંકન ન કરી શકે, વીજ લાઈનોમાં સરકાર શા માટે બિન ખેતીના વેલ્યુઅર પાસે ખેતીની જમીનનું મુલ્યાંકન કરાવે છે ?, ૩૦ ઓક્ટોબર સુધીમાં દુષ્કાળગ્રસ્ત જાહેર નહીંતર આંદોલનના એંધાણ, ૩૧ ઓક્ટોબરના રોજ દ્વારકા, જામનગર, પોરબંદર જિલ્લામાં લડત કરવામાં આવશે, ૩૧ ઓક્ટોબરના રોજ “ખેડૂત મહા સંમેલન” ની જાહેરાત.

        સરકારે મહાકાય રાક્ષસી વીજ કંપનીઓના ફાયદા માટે ૪/૭/૨૦૨૬ નો પરિપત્ર કરી માર્કેટ રેટ કમીટી (MRC) કમિટિ ખેડૂતોના ખેતરમાં વીજ પોલ કે તાર આવે તેની કિંમત નક્કી કરવાનું કહ્યું આ જમીનની કિંમત નક્કી કરવા માટે જે IBBI પરથી વેલ્યુઅર પસંદ કરવાનું કહ્યું છે તે તમામ વેલ્યુઅર  ત્રણ પ્રકારના છે 1) નોન એગ્રીકલ્ચર લેન્ડ એન્ડ બિલ્ડીંગ, 2) મશીનરી અને 3) પેપર સિક્યુરિટી એન્ડ ફાઇનાન્સિઅલ એસેટ. IBBI પર એકપણ વેલ્યુઅર એગ્રિકલ્ચર લેન્ડ વેલ્યુઅર છે  જ નહીં. સરકારની નીતિ સમજવા જેવી છે મહાકાય રાક્ષસી વીજ કંપનીઓના ફાયદા માટે સરકાર ખેડૂતોની ખેતીની જમીનનું મૂલ્યાંકન બિન ખેતીના વેલ્યુઅર પાસે કરાવવા ખેડૂતોને ફરજ પાડે છે તો બીજી બાજુ એ જ સરકાર નામદાર ગુજરાત હાઇકોર્ટના તારીખ  14/07/2026 ના જજમેન્ટ (સ્પેશીયલ સિવિલ એપ્લિકેશન નંબર 2167/2013 કેતન નટવરલાલ બ્રહ્મભટ્ટ Vs યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ અધર્સ માં સરકાર પોતે દલીલ કરે છે કે નોન એગ્રીકલ્ચર વેલ્યુઅર ખેતીની જમીનનું મુલ્યાંકન એટલા માટે ન કરી શકે કારણ કે “ખેતીની જમીનનું મુલ્યાંકન સામાન્ય મિલકત કરતા અલગ છે તેમાં જમીનની ફળદ્રુપતા, સિંચાઈ, પાકની પદ્ધતિ, ઉત્પાદન, જમીનનું વર્ગીકરણ, વાર્ષીક ઉપજ, વગેરે બાબતોનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે”‘

        સાથે સાથે ઇન્કમટેક્સ એકટમાં 2026માં થયેલા સુધારા મુજબ રુલ 547 ના સેક્શન 514 માં એગ્રીકલ્ચર લેન્ડ વેલ્યુઅરની લાયકાત નક્કી કરવામાં આવી છે તે મુજબ અગ્રિકલચર સાયન્સની ડીગ્રી અને 5 વર્ષનો અનુભવ ફરજિયાત કરવામાં આવ્યો છે આ ઉપરાંત વેલ્થ ટેક્ષ કાયદાઓ 1957 ની કલમ 34 AB ના રુલ 8(A) 2 માં એગ્રીકલ્ચર સિવાયના અને 8(A) 3 માં એગ્રીકલ્ચર વેલ્યુઅરની લાયકાત નક્કી કરવામાં આવી છે તે મુજબ એગ્રિકલ્ચર વેલ્યુઅર પાસે અગ્રિકલચર સાયન્સની ડીગ્રી અને 5 વર્ષનો અનુભવ ફરજિયાત કરવામાં આવ્યો છે

        સરકાર પોતે જ્યારે હાઇકોર્ટમાં દલીલ કરે છે કે સિવિલ ઈજનેર હોય એ ખેતીની જમીનનું મુલ્યાંકન ન કરી શકે તો પછી આ વીજ કંપનીઓના કેસમાં કેમ ખેડૂતો પર નોન એગ્રીકલ્ચર વેલ્યુઅર પાસે ખેડૂતોની જમીનનું મુલ્યાંકન કરવા દબાણ કરવામાં આવે છે ? કિસાન કોંગ્રેસના અગ્રણીશ્રી પાલ આંબલિયા એ આજે પત્રકાર પરિષદમાં સરકાર સામે સવાલ ઊભા કર્યા છે.

        અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઓડીશા સંગઠન પ્રભારીશ્રી લાલજીભાઈ દેસાઈએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, સરકાર 30 ઓક્ટોબર સુધીમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને વિજ લાઈનોના કેસમાં માર્કેટ ભાવના ચારગણું વળતર, જોખમ સામે વીમા પોલિસીની જોગવાઈ કરે નહિતર 31 ઓક્ટોબરના રોજ ખેડૂતોના ભીષ્મપિતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના દિવસે જામનગર, દ્વારકા પોરબંદર જિલ્લાના ખેડૂતોને સાથે રાખી ખેડૂતોનું “મહા સંમેલન યોજવામાં આવશે. ખેડૂત, ખેતીની આજની વિશેષ પત્રકાર પરિષદમાં ખેડૂત અગ્રણીશ્રી મહેશ રાજકોટીયા ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular