- ભારતીય વાયુસેનામાં પોતાની ઉડ્ડયન યાત્રાનું વર્તુળ પૂરું કર્યું
20 ઓક્ટોબર, 2026: The Air Chief Marshal completed his final flying sortie એર સ્ટાફના વડા (CAS) એર ચીફ માર્શલ એ.પી. સિંહે આજે ભારતીય વાયુસેના (IAF)ના વિમાન HJT-16 કિરણ માર્ક-1 ટ્રેનર એરક્રાફ્ટમાં પોતાની અંતિમ ફ્લાઈંગ સોર્ટી (ઉડ્ડયન) પૂર્ણ કરી હતી, અને આ સાથે જ તેમની ઉડ્ડયન કારકિર્દીના એક યાદગાર પ્રકરણનો અંત આવ્યો હતો.
55 મિનિટની આ સોર્ટી ખાસ અને ભાવુક હતી, કારણ કે એર ચીફ માર્શલે ટેલ નંબર U 707 ધરાવતા વિમાનમાં પોતાના પ્રથમ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર (ઉડ્ડયન શિક્ષક) વિંગ કમાન્ડર વી. એસ. કોચર (નિવૃત્ત) સાથે ઉડાન ભરી હતી. આ પ્રસંગ ગુરુ અને શિષ્યના ભાવનાત્મક પુનઃમિલનનો સાક્ષી બન્યો હતો, જેણે એર ચીફ માર્શલને ભારતીય વાયુસેનામાં તેમની ઉડ્ડયન સફરની શરૂઆતના દિવસો યાદ અપાવી દીધા હતા.
એર ચીફ માર્શલે તેમની સૌથી પહેલી ઉડ્ડયન સોર્ટી 28 જાન્યુઆરી 1984ના રોજ કરી હતી. ચાર દાયકાથી વધુ સમય પછી આજે ‘કિરણ’ વિમાનમાં કરાયેલી આ સોર્ટીએ ભારતીય વાયુસેનામાં તેમની ઉડ્ડયન યાત્રાનું એક વર્તુળ પૂર્ણ કર્યું છે, જે એક પાયલટ, તેમના માર્ગદર્શક અને વ્યાવસાયિક જીવનને ઘડનારા આકાશ વચ્ચેના કાયમી બંધનનું પ્રતીક છે.
આ પ્રસંગ ભારતીય વાયુસેનામાં ઉડ્ડયન તાલીમની સમૃદ્ધ પરંપરા અને હવાઈ યોદ્ધાઓની પેઢીઓને ઘડવામાં ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર્સ દ્વારા ભજવવામાં આવતી અમૂલ્ય ભૂમિકા પ્રત્યે એક આદરાજંલિ સમો હતો. આ માર્ગદર્શકો એરક્રૂના સમગ્ર જીવન દરમિયાન તેમના માર્ગદર્શક બની રહે છે.
ભારતીય વાયુસેનાના પાયલટોની તાલીમ સાથે જોડાયેલા આ પ્રતિષ્ઠિત ટ્રેનર એરક્રાફ્ટ ‘કિરણ’ પર પુનઃ પુનરાગમન કરવાથી આ સોર્ટીનું મહત્ત્વ વધુ વધી ગયું હતું.
એર ચીફ માર્શલને તેમના પ્રારંભિક ઉડ્ડયનના દિવસોમાં માર્ગદર્શન આપનાર વિંગ કમાન્ડર વી. એસ. કોચર (નિવૃત્ત)ની હાજરીએ આ પ્રસંગને અત્યંત અર્થસભર બનાવ્યો હતો, જેમાં એર ચીફ માર્શલની પ્રથમ ઉડાનની સ્મૃતિઓ અને ભારતીય વાયુસેનાના વિમાનમાં તેમની ઉડ્ડયન સફરની પૂર્ણતા એકસાથે જોવા મળી હતી.
આ સોર્ટી સાથે, એર ચીફ માર્શલે ઉડ્ડયનના એક પ્રતિષ્ઠિત પ્રકરણનો પૂર્ણવિરામ આપ્યો છે, જે ભારતીય વાયુસેના સાથેના તેમના જોડાણના અનુભવ, શિસ્ત અને સમર્પણની ભાવના વ્યક્ત કરે છે.


