Homerevoinewsરાહુલ ગાંધી ‘લીડર ઑફ ઓપોઝિશન‘ નહિ ‘લાયર ઓપોઝિશન’ તરીકે વર્તી રહ્યા છેઃ...

રાહુલ ગાંધી ‘લીડર ઑફ ઓપોઝિશન‘ નહિ ‘લાયર ઓપોઝિશન’ તરીકે વર્તી રહ્યા છેઃ ડૉ. અનિલભાઈ પટેલ

  • ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લા-મહાનગરોમાં પત્રકાર પરિષદનું આયોજન કરી SIR અંગે વિપક્ષના અપપ્રચાર સામે તથ્યો ઉજાગર કરવામાં આવશે
  • આવતીકાલ 25 ઓક્ટોબર, રવિવારે સાંજે 5:00 વાગ્યે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા કેન્દ્રીય મંત્રીશ્રી સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં સુરતના અડાજણ ખાતે પદયાત્રા યોજાશે
  • 27 ઓક્ટોબર, મંગળવારે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ પદયાત્રા યોજાશે

ગાંધીનગર, 24 ઑક્ટોબર, 2026 – Rahul Gandhi is acting as a ‘Liar of Opposition’ દેશની લોકતાંત્રિક અને સંવૈધાનિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસને વધુ મજબૂત બનાવવા તેમજ કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા SIR મુદ્દે ફેલાવવામાં આવી રહેલી ભ્રામક માહિતી અને અરાજકતાને તથ્યો સાથે ઉજાગર કરવાના ઉદ્દેશથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો અભિયાન’ યોજાશે, જેનો આવતીકાલે 25 ઓકટોબરે પ્રારંભ થશે તેમ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તાશ્રી ડૉ. અનિલભાઈ પટેલે આજે જણાવ્યું હતું.

શ્રીકમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સુશાસન, વિકાસ અને જનકલ્યાણના માર્ગે જનતાના આશીર્વાદ સાથે આગળ વધી રહેલી સ્થિર સરકાર સામે રાજકીય હતાશાથી કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા અરાજકતાભર્યું વાતાવરણ ઊભું કરવાનો તથા જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમાં તેને ક્યારેય સફળતા નહિ મળે. ચૂંટણીપંચ જેવી સંવૈધાનિક સંસ્થાઓની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા કરી, ખોટી અને ભ્રામક માહિતીના માધ્યમથી જનતામાં અવિશ્વાસ ફેલાવવાની કોંગ્રેસ અને વિપક્ષની રાજનીતિ દેશના લોકતંત્ર માટે ચિંતાજનક છે.

આ પણ વાંચોઃ NRG ફાઉન્ડેશન અને GCCI–NRG સેન્ટર દ્વારા ઇમિગ્રેશન અવેરનેસ સેમિનારનું આયોજન

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સત્તાની લાલસામાં રાષ્ટ્રહિત કરતાં રાજકીય સ્વાર્થને વધુ મહત્ત્વ આપી રહ્યા છે. જનતાના જનાદેશને સ્વીકારી રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવવાને બદલે સતત આક્ષેપો, ભ્રામક પ્રચાર અને સંસ્થાઓ સામે અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. રાહુલ ગાંધીની કાર્યશૈલી પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું કે, તેઓ ‘લીડર ઓફ ઓપોઝિશન‘ નહિ ‘લાયર ઓપોઝિશન’ તરીકે વધુ વર્તી રહ્યા છે. ઘૂસણખોરી જેવા ગંભીર મુદ્દાઓ પર પણ કોંગ્રેસનું વલણ અને તેની નિમ્નસ્તરની રાજનીતિ દેશહિતના પ્રશ્નોને રાજકીય સંઘર્ષમાં ફેરવવાનું કામ કરી રહી છે.

ડૉ. પટેલે જણાવ્યું હતું કે, ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ માત્ર રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ લોકશાહીનાં મૂલ્યો, સંવૈધાનિક મર્યાદાઓ અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જનતાનો વિશ્વાસ વધુ દૃઢ કરવાનો જનજાગૃતિનો પ્રયાસ છે. આ અભિયાન દ્વારા કોંગ્રેસ અને વિપક્ષના આક્ષેપો સામે તથ્યો રજૂ કરવામાં આવશે તથા લોકશાહી અને સંવિધાનની ગરિમા જાળવવા જનભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ અભિયાનના ભાગરૂપે જિલ્લા અને મહાનગર સ્તરે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ ના નારા સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. તા. 25 ઓક્ટોબર, રવિવારે સાંજે 05.00 કલાકે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા કેન્દ્રીય મંત્રીશ્રી સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં સુરતના અડાજણ ખાતે પદયાત્રા યોજાશે. જેમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ પણ ઉપસ્થિત રહેશે.

27 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ પદયાત્રા યોજાશે જેમાં પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહેશે. 27 ઓક્ટોબરના રોજ રાજકોટ ખાતે આયોજિત પદયાત્રામાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ સહપ્રભારી શ્રી અજય મહાવરજી, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણિયા, પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

28 ઓકટોબરે વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાશે જેમાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા મહાનગરમાં આયોજિત થનાર આ પદયાત્રામાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના જિલ્લા પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ, વિવિધ સમાજના આગેવાનો, વેપારી એસોસિયેશનના પ્રતિનિધિઓ, મહિલાઓ, એનજીઓના પ્રતિનિધિઓ અને પ્રબુદ્ધ નાગરિકો સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. ક્રમશ: રાજ્યના તમામ જિલ્લા તથા મહાનગરોમાં પદયાત્રા યોજાશે.

‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લા-મહાનગરોમાં પત્રકાર પરિષદનું આયોજન કરી SIR અંગે વિપક્ષના અપપ્રચાર સામે તથ્યો ઉજાગર કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યભરમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ, યુવાનો સાથે ‘લોકતંત્ર vs ભીડતંત્ર’ વિષયક સંવાદ, વિદ્યાર્થીઓ માટે લોકશાહીની મજબૂતીને લગતી સ્પર્ધાઓ તેમજ પ્રભાવશાળી નાગરિકો અને ઇન્ફ્લુએન્સર્સ સાથે જનસંપર્કના કાર્યક્રમો યોજાશે.

આ પણ વાંચોઃ ગુજરાતનાં પાઠ્યપુસ્તકોમાં આવી કેટલી ભૂલો હશે? ઇતિહાસ વિશે આવી ભૂલની જવાબદારી કોની?

યુવા સંવાદના માધ્યમથી દેશના લોકતાંત્રિક ઇતિહાસ, સંવિધાનિક સંસ્થાઓની ભૂમિકા, ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા કલમ 356ના દુરુપયોગ વિવિધ રાજ્યોમાં લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસન અને કટોકટીના સમયગાળા દરમિયાન પ્રેસ તથા મીડિયાની સ્વતંત્રતા પર મૂકવામાં આવેલા નિયંત્રણો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. લોકશાહીનું રક્ષણ અને સંસ્થાઓની સ્વાયત્તતા જાળવવા માટે નાગરિકોમાં જાગૃતિ વધારવાનો પ્રયાસ કરાશે. આ ઉપરાંત, ઘૂસણખોરીના મુદ્દે જનજાગૃતિ અને રાષ્ટ્રહિત સંબંધિત પ્રશ્નો અંગે પણ વિવિધ વર્ગો સુધી પહોંચવામાં આવશે.

ડૉ. અનિલભાઈ પટેલે અંતમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકશાહીના મૂળભૂત મૂલ્યોનું જતન કરવું, સંવૈધાનિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસને મજબૂત બનાવવો અને ભ્રામક પ્રચાર સામે સત્ય તથા તથ્યોને જનતા સમક્ષ મૂકવાનો છે. ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં યોજાનારા કાર્યક્રમો દ્વારા સમાજના દરેક વર્ગ સુધી પહોંચીને લોકશાહીની ગરિમા, રાષ્ટ્રહિત અને સંવિધાનિક વ્યવસ્થાની મજબૂતી અંગે વ્યાપક જનજાગૃતિનું કાર્ય કરવામાં આવશે.

રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected]
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular