HomeDharma-ધર્મસંપૂર્ણમ ફ્લેટ અને સંસ્કૃત ભારતી દ્વારા મહર્ષિ વાલ્મિકી જયંતીની ઉજવણી કરવામાં આવી

સંપૂર્ણમ ફ્લેટ અને સંસ્કૃત ભારતી દ્વારા મહર્ષિ વાલ્મિકી જયંતીની ઉજવણી કરવામાં આવી

ગાંધીનગર, 27 ઑક્ટોબર, 2026 – Maharshi Valmiki Jayanti સંપૂર્ણમ ફ્લેટ રાંધેજા ખાતે શરદ પૂનમની સાંજે સંસ્કૃત ભારતી ગાંધીનગર જનપદ દ્વારા મહર્ષિ વાલ્મિકી જયંતી ઉજવણી કરવામાં આવી. સોસાયટીના સર્વે સભ્યો તેમજ આમંત્રિત મહાનુભાવો દ્વારા મહર્ષિ વાલ્મિકી રચિત રામાયણ ગ્રંથોની આરતી અને પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ સોસાયટી પ્રમુખ રવિન્દ્રભાઈ પ્રજાપતિ તેમજ સોસાયટીના વડીલો જયંતીભાઈ, બાબુભાઈ, હસમુખભાઈ, કિરીટભાઇ અને સનાભાઈનું સંસ્કૃત ભારતી અધિકારીઓ દ્વારા ખેસ પહેરાવી આભાર સહ સમ્માન કરવામાં આવ્યું.

Maharshi Valmiki Jayanti was celebrated by Sampurnam Flats and Samskrita Bharati.
Maharshi Valmiki Jayanti was celebrated by Sampurnam Flats and Samskrita Bharati.

આ પ્રસંગે સંસ્કૃતભારતી ગુજરાત પ્રાંત મહાવિદ્યાલય પ્રમુખ આશિષ જનકરાય દવે દ્વારા મહર્ષિ વાલ્મિકીજીના સાંસ્કૃતિક તેમજ સામાજિક યોગદાન સાથે સંસ્કૃત ભાષા મહત્ત્વ સાથે દૈનિક જીવનમાં તેની સ્વીકૃતિની અનિવાર્યતા અને સંસ્કૃત ભારતીનો પરિચય આપવામાં આવ્યો.

ગાંધીનગર વિભાગ સંયોજક હિમાંશુભાઈ પંડ્યા દ્વારા સંસ્કૃત ભાષાની વ્યવહારમાં સરળતા સમજાવતા પ્રાત્યક્ષિક દ્વારા સૌને સામેલ કરી ઉત્સાહ વર્ધક વાતાવરણ સર્જી દીધું હતું.

સંસ્કૃત ભારતી ગુજરાત પ્રાંત સંગઠનમંત્રી નવીનજી અત્રી દ્વાર ક્રીડા સ્વરૂપે અંક પરિચય ગીત લેવામાં આવ્યું હતું. બાલકેન્દ્ર સાંયોજિકા સરીતા પંડ્યા દ્વારા સાંગિક ગીત કરાવવામાં આવ્યું.

Maharshi Valmiki Jayanti was celebrated by Sampurnam Flats and Samskrita Bharati.
Maharshi Valmiki Jayanti was celebrated by Sampurnam Flats and Samskrita Bharati.

ગાંધીનગર જનપદ મંત્રી હેમંતભાઈ વૈષ્ણવ દ્વારા ઉપસ્થિત તમામ સદસ્યોને વદતુ સંસ્કૃત લઘુ પુસ્તિકા ભેંટ કરવામાં આવી. ગુરુકુળ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય ડૉ. સંજયભાઈ રાવલે ઉપસ્થિત રહી સૌના ઉત્સાહમાં વૃઘ્ધિ કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન સોસાયટીના આગેવાનો તેમજ સંસ્કૃત અનુરાગી પ્રાધ્યાપકો ઠાકોરભાઈ નાયક, મહર્ષિભાઈ રહેવર, કૃષ્ણવિરસિંહ ઝાલા અને ગાંધીનગર શ્લોક પઠન કેન્દ્ર સાંયોજિકા ગીતાબેન દવે, યશરાજ દવે તેમજ સોસાયટીના ભાઈઓ બહેનો અને બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું.

સંપૂર્ણમ ફ્લેટની માતાઓ અને વડીલોએ જણાવ્યું કે સંસ્કૃત સંભાષણ શીખવું અતિ સરળ છે તે આજે પ્રથમ વખત અનુભવ્યું છે. તેઓએ સંસ્કૃત ભારતીને સોસાયટીમાં નિયમિત સંભાષણ વર્ગ ચલાવવા નિવેદન કરતા જણાવ્યું કે આપ દેવભાષા પ્રસાર અને નવી પેઢીના ઘડતર માટે અમારા ત્યાં પધારો અમો આપને તમામ માળખાગત સુવિધાઓ પૂરી પાડીશું.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular