Homeગુજરાતીદેશ-વિદેશભારત અને યુરોપીય સંઘ વચ્ચે સંબંધ સતત મજબુત બની રહ્યાં છેઃ ડો....

ભારત અને યુરોપીય સંઘ વચ્ચે સંબંધ સતત મજબુત બની રહ્યાં છેઃ ડો. જયશંકર

નવી દિલ્હી, 28 ઓક્ટોબર 2026: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના સંબંધો દિવસેને દિવસે વધુ મજબૂત થઈ રહ્યા છે, ત્યારે ભારતને આશા છે કે આગામી મહિનાઓમાં યુરોપિયન યુનિયન સાથેનો મુક્ત વેપાર કરાર સત્તાવાર રીતે લાગુ થઈ જશે. નવી દિલ્હી ખાતે ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી બીટ મિનલ-રાઈઝિંગર સાથેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ મહત્ત્વપૂર્ણ વાતચીત કરી હતી.

ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી સાથેની બેઠકમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે, વર્તમાન સમયની જટિલ વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવી અત્યંત સ્વાભાવિક છે. બંને દેશો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં સંયુક્તપણે યોગદાન આપવાના નવા રસ્તાઓ પર વિચાર કરી રહ્યા છે.

આ બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈ આવવા બદલ ઓસ્ટ્રિયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે વૈશ્વિક મંચો અને સંયુક્ત રાષ્ટ્રમાં પરસ્પર સહયોગનો લાંબો અને સફળ ઇતિહાસ રહ્યો છે, અને ભારત આ ગાઢ સહયોગને ભવિષ્યમાં પણ વધુ મજબૂત કરવા માટે કટિબદ્ધ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular