શ્રીનગર, 31 ઑક્ટોબર, 2026 – Omar Abdullah and Nidhi Razdan જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા અને પત્રકાર નિધિ રાજદાને સગાઈ કરી છે.
ઓમર અબ્દુલ્લા અને નિધિ બંનેએ આજે બપોરે લગભગ 4.00 વાગ્યે પોતપોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ ઉપર આ જાહેરાત કરી છે.
બંનેએ એક સરખી જાહેરાત કરવા સાથે ફોટોગ્રાફ પણ શૅર કર્યા છે.
ઓમર અબ્દુલ્લાએ એક્સ ઉપર લખ્યું કે, તે નિધિ સાથે ગઈકાલે સગાઈ કરી છે.

તો નિધિ રાજદાને પોતાના એક્સ ઉપર લખ્યું, ઈટ્સ ડન બ્રો.

નોંધપાત્ર છે કે, ઓમર અબ્દુલ્લાએ અગાઉ રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટની બહેન પાયલ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે આ વર્ષે બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા.
છેલ્લા થોડા સમયથી જમ્મુ-કાશ્મીરમાં વિવિધ જાહેર સમારંભમાં ઓમર અબ્દુલ્લાની સાથે નિધિ રાજદાન જોવા મળતા હતા ત્યારથી જ એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે બંને લગ્ન કરશે.


