અમદાવાદ, 6 ઑક્ટોબર, 2026 – emergency health services during Diwali festivals અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોને તમામ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે મ્યુનિ. સંચાલિત હોસ્પિટલો ખાતે તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સામાન્ય રીતે આ દિવાળીના તહેવાર દરમ્યાન નાગરિકોને માઇનોર ઇન્જરી, દાઝી જવાના કેસ (BURNS), ધુમાડાથી શરદી, ખાંસી થવાના કેસો, શ્વસનતંત્રના રોગો (SARI), આંખને લગતી બીમારીઓ, એલર્જી, ઝાડા ઉલટી વગેરે આરોગ્યલક્ષી તકલીફો પડવાની શક્યતા રહેતી હોય છે.
જે અંતર્ગત ઉપરોક્ત બીમારીઓ તેમજ અન્ય બીમારીઓ માટે નાગરિકોને સ્પેશ્યાલિટી ડૉકટરો દ્વારા તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે હેતુસર મ્યુનિ. સંચાલિત હોસ્પિટલ ખાતે જરૂરી સ્પેશિયાલીસ્ટ ડૉક્ટર્સ તથા પેરા મેડીકલ સ્ટાફ હાજર રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ સંકલન માટે નીચે મુજબના અધિકારીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન – જનરલ હોસ્પિટલ સંપર્ક યાદી
| ક્રમ | જનરલ હોસ્પિટલનું નામ | સંબંધિત અધિકારીનું નામ | હોદ્દો | મોબાઈલ નંબર |
| ૧ | એસ.વી.પી. જનરલ હોસ્પિટલ | ડો. કુલદીપ જોશી | આર.એમ.ઓ. | ૯૭૨૭૭૮૮૫૫૩ |
| ૨ | એલ. જી. જનરલ હોસ્પિટલ | ડો. શૈલેશ પ્રજાપતિ | ઇ.ચા. આર.એમ.ઓ. | ૯૭૧૨૯૬૭૮૫૬ |
| ૩ | શા.ચી.લા. જનરલ હોસ્પિટલ |
ડો. કુલભૂષણ નાયક ડો. સંજય પટની ડો. આલાપ શાહ ડો. જીતુ પરમાર ડો. અનવરહુસૈન મોમીન |
મેડીકલ ઓફિસર |
૯૩૨૭૫૫૪૯૧૯ ૮૭૩૫૮૩૯૭૨૭ |
| ૪ | નગરી આંખની જનરલ હોસ્પિટલ | – | આર.એમ.ઓ. | ૯૭૧૨૯૬૭૮૫૭ |
| ૫ | વી.એસ. જનરલ હોસ્પિટલ | – | આર.એમ.ઓ. | ૯૮૯૮૫૭૪૮૮૨ |
| ૬ | ચેપીરોગ હોસ્પિટલ | – | સુપ્રિટેન્ડેન્ટ | ૯૮૨૫૩૩૩૯૧૭ |
તદઉપરાંત અ.મ્યુ.કો દ્વારા સંચાલિત ૧૩ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્યલક્ષી ઈમરજન્સી સેવા રાઉન્ડ ધ કલોક ચાલુ રહેશે.
સામુહિક આરોગ્ય કેન્દ્ર (સી.એચ.સી.) સંપર્ક યાદી
| ક્રમ | સી.એચ.સી.નું નામ | સંબંધિત અધિકારીનું નામ | હોદ્દો | મોબાઈલ નંબર |
| ૧ | નરોડા | ડૉ. ચિરાગ પટેલ | મેડિકલ ઓફિસર | ૮૨૦૦૧૪૫૩૨૩ |
| ૨ | રખિયાલ | ડો. મોનિકા પટેલ | મેડિકલ ઓફિસર | ૯૮૭૯૩૯૨૩૮૩ |
| ૩ | વસ્ત્રાલ | ડૉ. ગૌરવ ગુપ્તા | મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ | ૯૨૨૭૭૩૨૩૭૧ |
| ૪ | ગોમતીપુર | ડૉ. ભરતકુમાર ચૌધરી | મેડિકલ ઓફિસર | ૮૮૨૮૮૨૧૮૪૮ |
| ૫ | વિરાટનગર | ડો. પાર્થ પ્રજાપતિ | મેડિકલ ઓફિસર | ૮૪૨૭૪૪૯૮૫૪ |
| ૬ | વટવા | ડો. નિશા રાણા | સુપ્રિન્ટેન્ડન્ટ | ૯૨૨૭૭૩૨૩૭૩ |
| ૭ | ફેઝલનગર / બેહરામપુરા |
ડૉ. દિનેશ માળી (૦૭-૧૧ થી ૦૯-૧૧) ડો. નદીમ શેખ (૧૦-૧૧ થી ૧૫-૧૧) ડો. નેહા પરીખ (૦૭-૧૧ થી ૧૨-૧૧) ડો. હેતવી જોબનપુત્રા (૧૩ થી ૧૫) |
ઇ.ચા. સુપ્રિટેન્ડન્ટ મેડિકલ ઓફિસર ઇ.ચા. સુપ્રિટેન્ડન્ટ મેડિકલ ઓફિસર |
૯૭૨૭૭૨૧૫૯૯ ૮૦૨૪૪૫૭૮૩૦ ૯૭૨૭૭૨૧૫૪૩ ૯૪૦૮૬૦૫૭૬૫ |
| ૮ | દાણીલીમડા | ડૉ. હિરેન પરમાર | ઇ.ચા. સુપ્રિટેન્ડન્ટ | ૯૮૭૯૦૮૨૮૩૧ |
| ૯ | ચાંદખેડા | ડો. કરણ દત્ત | મેડીકલ ઓફિસર | ૮૪૦૮૮૦૭૮૫૮ |
| ૧૦ | સાબરમતી | ડો. કમલેશ સોલંકી | મેડીકલ ઓફિસર | ૮૧૪૦૮૭૧૧૮૩ |
| ૧૧ | થલતેજ | ડૉ. હરીશ મહેશ્વરી | મેડીકલ ઓફિસર | ૭૮૭૪૩૧૪૪૧૮ |
| ૧૨ | સરખેજ | ડૉ. હારીશ મન્સૂરી | મેડીકલ ઓફિસર | ૮૮૨૪૭૨૦૭૭૦ |
સામુહિક આરોગ્ય કેન્દ્રના કો-ઓર્ડીનેશન નોડલ ઓફિસર ડૉ. ચિરાગ શાહ (ડે. હેલ્થ ઓફિસર, એપિડેમિક શાખા, મો.નં.- ૯૩૨૭૦૩૮૮૦૩) દ્વારા કરવામાં આવશે.
ઉપયુક્ત જણાવેલા આવા કેસ માટે જરૂરી સારવાર અર્થે જરૂરી મેડીસીન તેમજ ડ્રેસીંગ મટીરીયલનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. તે ઉપરાંત હોસ્પિટલમાં રાઉન્ડ ધ કલોક ડૉક્ટરની સેવાઓ ઉપલબ્ધ થઇ રહે તે મુજબ ડૉક્ટર્સ ઑન ડ્યુટી રાખવામાં આવ્યા છે. સંબંધિત હોસ્પિટલ/સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રી.શ્રી / આર.એમ.ઓ.શ્રી દ્વારા આ કામગીરીની દેખરેખ કરવામાં આવશે.








