HomeAgency Newsકંગના રાણાવત વિરુદ્ધ એફઆઈઆર, સોનિયા ગાંધી અંગે ટિપ્પણી બદલ ફરિયાદ

કંગના રાણાવત વિરુદ્ધ એફઆઈઆર, સોનિયા ગાંધી અંગે ટિપ્પણી બદલ ફરિયાદ

શિમલા, 14 નવેમ્બર, 2026 – Kangana Ranaut Sonia Gandhi કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીનું પુસ્તક તાજેતરમાં લૉન્ચ થયું છે. પુસ્તક લૉન્ચ થયા ત્યારથી જ તેને લઈને હલચલ મચેલી છે. ભાજપના સાંસદ કંગના રાણાવતે ગાંધી પરિવારને ટાર્ગેટ કરીને એક પોસ્ટ શેર કરી હતી, જેના પછી તેમની વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. આ પોસ્ટમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, તેમના પુત્રો સંજય ગાંધી અને રાજીવ ગાંધીના નિધન અંગે ‘‘અતિશય ભડકાઉ વાતો’’ કહેવામાં આવી હતી.

શિમલાના પોલીસ અધિક્ષક ગૌરવ સિંહે જણાવ્યું કે શિમલાના રહેવાસી કેપ્ટન અતુલ શર્માની ફરિયાદ પર મામલો નોંધવામાં આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવશે. આ મામલો બીએનએસ (BNS) ની કલમ 196 (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ વધારવી), કલમ 353 તથા કલમ 356 (માનહાનિ) હેઠળ નોંધવામાં આવ્યો છે. શર્માએ આરોપ લગાવ્યો કે રાણાવતે 10 નવેમ્બરે પોતાના વેરિફાઇડ સોશિયલ મીડિયા અકાઉન્ટથી કરવામાં આવેલી પોસ્ટમાં ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી અને રાજીવ ગાંધીના નિધન અંગે અત્યંત ભડકાઉ વાતો કહી હતી.

આ પણ વાંચોઃ ડૉક્ટરોએ બેસતા વર્ષની રાત્રે પેટમાં ચપ્પુ વાગેલા ગંભીર દર્દીની જટિલ સર્જરી કરી નવજીવન બક્ષ્યું

તપાસની માગ કરી

તેમણે પોલીસ મહાનિર્દેશકને ઈમેલ દ્વારા મોકલેલી ફરિયાદમાં રાણાવત વિરુદ્ધ ત્વરિત એફઆઈઆર નોંધવા અને નિશ્ચિત સમયસીમાની અંદર સાયબર ફોરેન્સિક તપાસ કરાવવાની માગ કરી હતી. શર્માએ આ ફરિયાદ ગુરુવારે રાત્રે 7 વાગીને 51 મિનિટ પર મોકલી હતી.

શર્માના જણાવ્યા અનુસાર આ પોસ્ટમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને એક “રહસ્યમય વિદેશી નાગરિક” તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ વિદેશના એક કેફેમાં હાજર હતા જ્યારે તેમના સગાંસંબંધીઓની એક પછી એક હત્યા કરવામાં આવી હતી. આના પછી તેઓ સરકારના વડા બન્યા અને તેમણે એક ચોંકાવનારી ટિપ્પણી કરી હતી.

કંગનાની પોસ્ટમાં એ પણ આરોપ લગાવવામાં આવ્યો કે સંજય ગાંધીના નિધન પછી મેનકા ગાંધીને અચાનક પારિવારિક આવાસમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. શર્માએ કહ્યું કે આ પ્રકારની ખોટી ધારણા ઊભી કરવાથી લોકોમાં વૈમનસ્ય ફેલાવાનો અને જાહેર શાંતિ જોખમાવવાનો ખતરો છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો કે આ પોસ્ટ દ્વારા ડર કે દહેશત ફેલાવવાના ઇરાદાથી ખોટી માહિતી પ્રસારિત કરવામાં આવી છે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img