HomeAgency Newsરાહુલ ગાંધીના ફોન ટેપના આક્ષેપને સામ પિત્રોડાએ ફગાવી દીધા, કહ્યું આ વાત...

રાહુલ ગાંધીના ફોન ટેપના આક્ષેપને સામ પિત્રોડાએ ફગાવી દીધા, કહ્યું આ વાત સાચી નથી

નવી દિલ્હી, 14 નવેમ્બર, 2026 – Sam Pitroda Rahul Gandhi phone tapping વિપક્ષના નેતા રાહુલ ગાંધીના એ આક્ષેપ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો ફોન ટેપ કરે છે તેને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાએ કહ્યું છે કે “પીએમ આવું નથી કરતા”.

રાહુલ ગાંધીના આક્ષેપથી પોતાને અલગ રાખતા પિત્રોડાએ કહ્યું કે તેમનું માનવું નથી કે પીએમ આવું કરે છે. પિત્રોડાએ NDTVને કહ્યું, “પીએમ એવું નથી કરતા. પીએમ સ્ક્રૂડ્રાઇવર લઈને કમ્પ્યૂટર પર નથી બેસતા.” જો કે, તેમણે ઉમેર્યું કે તેમની પાસે એવું માનવાનું નક્કર કારણ છે કે તેમનો પોતાનો ફોન પણ ટેપ થાય છે. પિત્રોડાએ કહ્યું, “મારો ફોન ટેપ થાય છે, મારા લેપટોપ પર હુમલો થાય છે, મારા બેંક ખાતા નજર હેઠળ છે. મેં નિષ્ણાતોની સલાહ લીધી છે અને મારા ડિવાઇસની તપાસ કર્યા પછી તેમણે મને ટેપિંગ વિશે ચેતવણી આપી છે,” જો કે તેમણે એ જણાવવાનો ઇનકાર કર્યો કે તેમના મતે કોણ ફોન ટેપ કરે છે.

આ પણ વાંચોઃ કંગના રાણાવત વિરુદ્ધ એફઆઈઆર, સોનિયા ગાંધી અંગે ટિપ્પણી બદલ ફરિયાદ

પિત્રોડાએ વધુમાં કહ્યું, “કોઈક આ કરી રહ્યું છે. હું જાણતો નથી અને મને ચિંતા પણ નથી. હું આની સાથે જિયું છું. મને કોઈ સમસ્યા નથી.” તેમણે ઉમેર્યું, “આસપાસ બદમાશ લોકો છે. તમે શું કરી શકો?”

શુક્રવારે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર દ્વારા પોતાની ઉપર નજર રાખવાના ગંભીર આક્ષેપો કર્યા પછી આ નિવેદનો આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો ફોન ટેપ કરાવી રહ્યા છે, અને સાથે જ વડાપ્રધાનને તેમની સામે ખુલ્લી ચર્ચા કરવા માટે ફરી એકવાર પડકાર ફેંક્યો હતો.

કોંગ્રેસે ‘X’ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “વડાપ્રધાન આનાથી વાકેફ છે કારણ કે તેઓ મારો ફોન ટેપ કરે છે. જે દિવસે તેઓ આમને-સામને ચર્ચા કરવા માટે સંમત થશે, તે દિવસે દરેકને ખબર પડી જશે કે કોણ વિદેશી શક્તિઓના નિયંત્રણમાં છે, કોણ રાષ્ટ્રવિરોધી છે, અને તેઓ કેટલા સમયથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે.”

આ પણ વાંચોઃ સાબરમતી ટ્રેનકાંડ અંગે સોનિયા ગાંધીનો દાવો ખોટોઃ રાકેશ અસ્થાના

ગાંધીએ દાવો કર્યો છે કે પીએમ મોદી “વિદેશી શક્તિઓ”ના નિયંત્રણમાં હોવાના પુરાવા પહેલેથી જ તેમના ફોનમાં છે, અને તેથી પીએમ પહેલેથી જ જાણે છે કે પુરાવા શું છે.

જ્યારે અનેક વિપક્ષી નેતાઓએ રાહુલ ગાંધીના ફોન-ટેપિંગના આરોપનું સમર્થન કર્યું છે, ત્યારે ભાજપે તેને ફગાવી દીધું છે અને તેને “સવાલ કરીને ભાગી જવાની” (shoot and scoot) નીતિ ગણાવી છે જેથી “ચર્ચામાં રહી શકાય”.

ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાના મગજની તપાસ કરાવવાની જરૂર છે. તેમણે કહ્યું, “રાહુલ ગાંધીને હું પૂરા આદર સાથે માત્ર એટલું જ સુરક્ષિત રીતે કહી શકું છું કે તેમણે તેમના મગજની તપાસ કરાવવી જોઈએ. કોઈને પણ તેમનો ફોન ટેપ કરવામાં રસ નથી. કોઈને પણ તેમનો ફોન ટેપ કરવામાં રસ નથી. જો કોઈને રસ હોય તો તે એ સમજવામાં છે કે તેમનું મગજ દિવસ-બ-દિવસ માત્ર જૂઠાણાં પર જ કેમ કામ કરે છે.”

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img