Homeગુજરાતીતમિલ સુપરહિટ ફિલ્મ વિક્રમ વેધાની હિન્દી રીમેકમાં હૃતિક રોશનની એન્ટ્રી

તમિલ સુપરહિટ ફિલ્મ વિક્રમ વેધાની હિન્દી રીમેકમાં હૃતિક રોશનની એન્ટ્રી

મુંબઈઃ કોરોના મહામારીને પગલે હાલ સિનેમાગૃહ બંધ છે. બીજી તરફ ફિલ્મ અને ટીવી સિરિયલના કલાકારો વિવિધ ફિલ્મ, બેવ સિરીઝ અને ટીવી સિરિયલના શુટીંગના વ્યસ્ત છે. ત્યારે હવે દક્ષિણની વધુ એક ફિલ્મની હિન્દીમાં રિમેક કરાશે. સાઉથની વિક્રમ વેધાની હિન્દીમાં રીમેક બનશે. જેમાં સુપર સ્ટાર હૃતિક રોશન અને સૈફ અલી ખાન જોવા મળે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હૃતિક રોશન અને સૈફ અલી ખાન તામિલ સુપરહિટ ‘વિક્રમ વેધા’ની હિન્દી રીમેકમાં જોવા મળશે. ઓરિજિનલમાં આર. માધવન પોલીસના પાત્રમાં અને વિજય સેતુપતિએ ગૅન્ગસ્ટરનો રોલ ભજવ્યો હતો. હવે આ હિન્દી રીમેકમાં સૈફ અલી ખાન પોલીસ-ઑફિસરની ભૂમિકામાં જોવા મળશે તો હૃતિક ગૅન્ગસ્ટર બનશે. આ ફિલ્મમાં વિક્રમ-વેતાલની સ્ટોરીને દેખાડવામાં આવશે. પહેલાં એવી ચર્ચા હતી કે આમિર ખાન આ ફિલ્મમાં વેધાની ભૂમિકા ભજવવાનો છે. જોકે આમિરની એક્ઝિટ થતાં હૃતિકની એન્ટ્રી થઈ છે.

સંબંધિત લેખો

Most Popular