Homeગુજરાતીગરમીની સિઝનમાં આરામદાયક પરિધાન એટલે કોટન જમ્પશૂટ, યુવતીઓમાં વધતો આ ફેશનનો...

ગરમીની સિઝનમાં આરામદાયક પરિધાન એટલે કોટન જમ્પશૂટ, યુવતીઓમાં વધતો આ ફેશનનો ટ્રેન્ડ

સાહિન મુલતાની-

  • જૂના દાયકાની જમ્પ શૂટની ફેશનનું પુનરાવર્તન
  • આજકાલ યુવતીઓની પસંદ બન્યા જમ્પ શૂટ
  • અવનવા ફેબ્રીક અને ડિઝાઈનમાં ઉપલબ્ધ

જમ્પ શૂટ આજ કાલ યુવતીઓની પહેલી પસંદ બની રહ્યા છે ,કમ્ફર્ટેબલ લૂક અને સ્ટાઈલીશ લૂક માટે આ ક્લોથવેર ટ્રેન્ડ કરી રહ્યા છે, જો જમ્પ શૂટની વાત કરીએ તો આ દેખાવમાં બાબા શૂટ જેવા જ હો છે, જે પહેલાના સમયમાં નાના બાળકોને પહેરાવવામાં આવતા હતા ત્યાર બાદ 80-90ના દાયકામાં ફિલ્મમાં હિરોહીન પહેરતી જોવા મળતી હત.

જો કે પહેલાના વખતમાં જમ્પ શૂટ માત્ર જીન્સ કાપડમાં વધુ જોવા મળતા હતા, જો કે બદલતા દાયકા સાથે ફેશન પણ બદલાયેલી જોવા મળી છે, આજે જમ્પ શૂટમાં અવનવી વેરોયટિ અને ડિઝાઈનમાં જગ્યા બનાવી છે.

હવે જમ્પ શૂટ માત્ર જીન્સ કાપડમાં જ નહી પરંતુ કોટનમાં, જર્સી કાપડમાં, જ્યોર્જોટમાં, લિનન જેવા ઘણા ફેબ્રિકમાં જોઈ શકાય છે,  આ સાથે જ અનેક ફ્રબિકમાં અવનવી પ્રિન્ટ્સ અને સ્ટાઈલ પણ માર્કેટમાં આવી રહી છે.

જમ્પશૂટની આ સમયમાં ખૂબ ડિમાન્ડ જોવા મળી છે, તેનું કારમ છે કે તે પહેરવામાં આરામ દાયક હોય છે, અલદથી બોટમ વેરની પસંદગી કરવી પડતી નથી આ સાથે જ ટોપ અને બોટમવેર અટેચ હોવાથી તેને સરખું કરવાની કે વધુ ધ્યાન આપવાની જરુર રહેતી નથી, જીન્સ સહીત અનેક કાપડમાં અવનવી ડિઝાઈનમાં જમ્પશૂટ માર્કેટમાં ઉપલબ્ધ છે.

જેમાં ખાસ લાઈનિંગ વાળા, પ્લેન, તથા હવે તો ફ્લાવર પ્રિન્ટના જમ્પશૂટ પણ મળી રહ્યા છે, જેમાં જે લોકોનું શરીર પાતળું હોય છે તે લોકોને સોફ્ટ ફેબ્રિકમાં  જમ્પશૂટ વધુ શૂટ કરે છએ જ્યારે થોડી વધુ શરીર ધવાવતા લોકોને જીન્સના કાપડમાં જમ્પશૂટ વધુ શોભે છે.તેની પસંદગી કરતા વખતે ખાસ આપણા બોડી શેપનું ધ્યાન રાખવું જોઈએ, જમ્પ શૂટ તમને આકર્ષ લૂકની સાથે સાથે સ્ચાઈલીશ લૂક પ્રદાન કરે છે.

સંબંધિત લેખો

Most Popular