1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ધાડ પાડવા આવેલો રિઢો શખસ ત્રણ તમંચા-પિસ્તોલ અને 12 કારતૂસ સાથે પકડાયો
અમદાવાદમાં ધાડ પાડવા આવેલો રિઢો શખસ ત્રણ તમંચા-પિસ્તોલ અને 12 કારતૂસ સાથે પકડાયો

અમદાવાદમાં ધાડ પાડવા આવેલો રિઢો શખસ ત્રણ તમંચા-પિસ્તોલ અને 12 કારતૂસ સાથે પકડાયો

0
Social Share

અમદાવાદઃ  શહેરના પૂર્વ વિસ્તારમાં શકમંદ હાલતમાં ફરતા શખસને અટકાવીને શહેર ક્રાઈમ બ્રાન્ચે પૂરપરછ કરતા યોગ્ય જવાબ આપી શક્યો નહતો. આથી શખસની તલાસી લેતા તેની પાસેથી ત્રણ તમંચા-પિસ્તોલ. અને 12 કારતૂસ મળી આવ્યા હતા. આથી આ શખસને ક્રાઈમ બ્રાન્ચ લઈ જઈને પૂછરછ કરતા આ શખસ અલ્કેશસિંગ ભદોરિયા હોવાનું જાણવા મળ્યું હતું. મૂળ મધ્યપ્રદેશનો વતની અલ્કેશસિંગ અનેક ગુનાઓમાં સંડાવાયેલો છે. અને પેરોલ જમ્પ કરીને નાસી ગયો હતો. આ શખસ અમદાવાદમાં એક આંગડિયા પેઢીમાં ધાડ પાડવા માટે આવ્યો હતો.

શહેર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ઓઢવ, મોરબી, પાલનપુર, પાટણ, જામનગર, રાજપીપળા, વિરમગામ તેમજ મધ્યપ્રદેશમાં અડધો ડઝન કરતાં પણ વધારે આંગડિયા લૂંટ કરનારી ગેંગના લીડર અલ્કેશસિંગ ભદોરીયાની ક્રાઈમ બ્રાંચે 3 પિસ્ટલ -તમંચા અને 12 કારતૂસ સાથે ધરપકડ કરી હતી. 2022માં રાજકોટ જેલમાંથી પેરોલ ઉપર છુટયા બાદ ભાગતો ફરતો હતો. અલ્કેશ તેના સાગરિતો સાથે અમદાવાદમાં 1 કરોડ કરતાં વધારેની આંગડિયા લૂંટને અંજામ આપવા આવ્યો હતો. પોલીસે મેમ્કો આનંદ હોસ્પિટલ સામેથી અલ્કેશસિંગ ઉર્ફે અખિલેશ ઉર્ફે દલવીરસિંગ ઉદયસિંગ ભદોરીયા(40)(મધ્યપ્રદેશ) ને ઝડપી લીધો હતો.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અલ્કેશસિંગ પાસેથી 2 તમંચા, 1 પિસ્ટલ અને 12 કારતૂસ મળી આવ્યા હતા. અલ્કેશસિંગે 2007માં ઓઢવમાં, 2008માં પાલનપુરમા, મોરબીમાં, વિરમગામમાં, રાજકોટમાં અને મધ્યપ્રદેશમાં ફાયરિંગ કરીને આંગડિયા લૂંટો કરી હતી. છેલ્લા 10 વર્ષથી રાજકોટ જેલમાં જ હતો, પરંતુ 2022 માં તે પેરોલ ઉપર છૂટયા બાદ હાજર થયો ન હતો.પૂછપરછમાં જણાવ્યું કે, તે સાગરિતો સાથે અમદાવાદમાં 1 કરોડ કરતાં વધારેની આંગડિયા લૂંટ કરવા માટે આવ્યો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું. કે, મોરબીની ડબલ મર્ડર સાથેની આંગડિયા લૂંટમાં અલ્કેશસિંગને આજીવન કેદની સજા થઇ હતી. 2022 માં રાજકોટ જેલમાંથી પેરોલ ઉપર છૂટ્યા બાદ તેણે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના ગોહદમાં રૂ.14 લાખની લૂંટ કરી હતી. જેમાં પોલીસે પ્રયાસ કરતા અલ્કેશસિંગના એક સાગરીતને ગોળી વાગી હતી. મોરબીમાં ડબલ મર્ડર સાથે લૂંટ કરીને અલ્કેશસિંગ ભાગ્યો હતો. જેથી તેને પકડવા સમગ્ર ગુજરાતમાં નાકાબંધી કરવામાં આવી હતી, ત્યારે તે વિરમગામ પાસે પોલીસ ઉપર હુમલો કરીને નાકાબંધી તોડીને ભાગ્યો હતો. જેથી તેની વિરુદ્ધ ખૂનની કોશિષનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code