1. Home
  2. revoinews
  3. અમદાવાદને ભિક્ષુકમુક્ત બનાવવા AMC, પોલીસ, સમાજ સુરક્ષા અને કેન્દ્ર સરકારનું સંયુક્ત આયોજન
અમદાવાદને ભિક્ષુકમુક્ત બનાવવા AMC, પોલીસ, સમાજ સુરક્ષા અને કેન્દ્ર સરકારનું સંયુક્ત આયોજન

અમદાવાદને ભિક્ષુકમુક્ત બનાવવા AMC, પોલીસ, સમાજ સુરક્ષા અને કેન્દ્ર સરકારનું સંયુક્ત આયોજન

0
Social Share
  • અમદાવાદમાં  કેન્દ્ર સરકારની SMILE યોજના હેઠળ ‘બેગરી હોમ’ શરૂ થશે

અમદાવાદ, 26 જૂન 2026: અમદાવાદ શહેરને ભિક્ષુકમુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારની ‘સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિજુઅલ્સ ફોર લાઇવલીહૂડ એન્ડ એન્ટરપ્રાઇઝ (SMILE)’ યોજના હેઠળ મહત્ત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંગે આજે 26 જૂન, 2026ના રોજ કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના સહાયક સચિવ શ્રી મોના ખંધારના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, અમદાવાદ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, સમાજ સુરક્ષા વિભાગ તથા પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અમદાવાદ શહેરમાં ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના સર્વાંગી પુનર્વસન માટે વ્યાપક આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિમાં સંકળાયેલા વ્યકિતઓના સર્વાગી પુનર્વસન” અંતર્ગત ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા ભિક્ષુકો માટે કામચલાઉ શેલ્ટર ઊભા કરી તેઓને આરોગ્ય સેવાઓ, સ્કિલ ટ્રેનિંગ, રોજગાર પ્રદાન કરવા જેવી સેવાઓ પુરી પાડવા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. SMILE પ્રોજેક્ટ હેઠળ 50ની કેપીસીટીના એક શેલ્ટર હોમ દીઠ રૂ. 55 લાખની ગ્રાન્ટ ભારત સરકાર દ્વારા પુરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ આ પ્રકારના બેગરી હોમ અમદાવાદમાં ઊભા કરવાનું આયોજન છે. વઘુમાં સદર ભિક્ષુકગૃહો ખાતે આશરો લેનાર તમામ ભિક્ષુકોને સરકારની વિવિઘ મળવા પાત્ર સહાય યોજનાઓના લાભો પણ સુનિશ્ચિત કરાવવામાં આવશે.

આગામી સમયમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેર પોલીસ તથા અન્ય સહયોગી સરકારી વિભાગના સંકલિત પ્રયાસો દ્વારા શહેરને દબાણ મુક્ત તથા સ્વચ્છ બનાવવા, બાળકોને આ ભિક્ષાવૃત્તિ વ્યવસાયના ચુંગાલમાંથી મુક્ત કરાવવા, જે તે કારણોસર પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા અને હાલમાં ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કરતા લોકોને તેઓના પરિવાર સાથે પુન:મિલન કરાવવા, ઉંમરલાયક અને અશક્ત લોકોને તમામ પ્રાથમિક સુવિધા યુક્ત આશ્રય પુરો પાડવા અને સશક્ત તથા કામ કરી શકે તેવા લોકોને તેઓમાં કૌશલ્ય નિર્માણ દ્વારા રોજગાર પુરો પાડવા જેવા બહુઆયામી ઉદેશ્યો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code