1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ડિજિટલ એરેસ્ટ થયેલા સિનિયર સિટિઝનને પોલીસે સતર્કતાથી બચાવી લીધા
અમદાવાદમાં ડિજિટલ એરેસ્ટ થયેલા સિનિયર સિટિઝનને પોલીસે સતર્કતાથી બચાવી લીધા

અમદાવાદમાં ડિજિટલ એરેસ્ટ થયેલા સિનિયર સિટિઝનને પોલીસે સતર્કતાથી બચાવી લીધા

0
Social Share

અમદાવાદ, 25 જુન, 2026 : Police rescue senior citizen who was digitally arrested સાયબર માફિયાઓએ શહેરના થલતેજની વિશાલ શિપિંગ એજન્સીમાં કાર્યરત એક સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરીને નકલી સીબીઆઈ વોરંટ, નકલી કોર્ટ નોટિસ, નકલી જજના હસ્તાક્ષરવાળા દસ્તાવેજો અને તપાસના કાગળો મોકલી વિશ્વાસ ઉભો કરીને રૂપિયા ટ્રાન્સફર કરાવવાના પ્રયાસો કરતા હતા. દરમિયાન સિનિયર સિટિઝન જ્યા કામ કરતા હતા. તેના મેનેજરે ફોન પર સંપર્ક કરતાં વૃદ્ધે કહ્યું હતું કે મારો નંબર રેકોર્ડ થઈ રહ્યો છે અને CBI મારી ઉપર નજર રાખી રહી છે. હું હાલ કંઈ કહી શકતો નથી. આ વાત સાંભળતા જ મેનેજરને ડિજિટલ અરેસ્ટની શંકા ગઈ હતી અને તેમણે સમય ગુમાવ્યા વગર 1930 સાયબર હેલ્પલાઈન પર સંપર્ક કર્યો હતો. ફરિયાદ મળતાં જ સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને નવરંગપુરા પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડી સિનિયર સિટિઝનને લાખો રૂપિયાની સાયબર છેતરપિંડીનો ભોગ બનતા બચાવ્યા છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના  થલતેજની વિશાલ શિપિંગ એજન્સીમાં કાર્યરત એક સિનિયર સિટિઝનને 20 જૂનના રોજ સવારે લગભગ 11 વાગ્યે વ્હોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાને મુંબઈ ફોર્ટ પોલીસ સ્ટેશનનો અધિકારી ગણાવી જણાવ્યું કે, તેમના મોબાઈલ નંબર અને આધાર કાર્ડનો ઉપયોગ ગંભીર આર્થિક ગુનામાં થયો છે. ત્યારબાદ કોલ ક્રાઈમ બ્રાન્ચ અને સીબીઆઈના અધિકારીઓને ટ્રાન્સફર કરવાના બહાને અન્ય લોકો સાથે જોડવામાં આવ્યો હતો. સાયબર માફિયાઓએ સિનિયર સિટિઝનનો આધાર નંબર મેળવી તેમના નામે ખુલેલા કથિત બેંક એકાઉન્ટની વિગતો, ડેબિટ કાર્ડના ફોટા અને નરેશ ગોયલ-જેટ એરવેઝ કૌભાંડ સાથે જોડાયેલા બનાવટી દસ્તાવેજો મોકલ્યા હતા. વૃદ્ધને જણાવાયું હતું કે, તેમના વિરુદ્ધ ગંભીર તપાસ ચાલી રહી છે અને તેમને તાત્કાલિક ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે. ઠગોએ વૃદ્ધને ઓફિસ છોડીને સીધા ઘરે જવાની સૂચના આપી હતી. સાથે જ વીડિયો કોલ બંધ નહીં કરવા, કોઈ પરિવારજનો કે સહકર્મચારીને જાણ નહીં કરવાની અને ફોન સતત ચાલુ રાખવાની કડક ચેતવણી આપી હતી. દરમિયાન કંપનીના મેનેજર વિશાલ દરજીને સિનિયર કર્મચારીનું વર્તન શંકાસ્પદ લાગ્યું હતું. સામાન્ય રીતે ઓફિસમાં સક્રિય રહેતા કર્મચારી અચાનક કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા. મેનેજરે ફોન પર સંપર્ક કરતાં વૃદ્ધે કહ્યું હતું કે મારો નંબર રેકોર્ડ થઈ રહ્યો છે અને CBI મારી ઉપર નજર રાખી રહી છે. હું હાલ કંઈ કહી શકતો નથી. આ વાત સાંભળતા જ મેનેજરને ડિજિટલ અરેસ્ટની શંકા ગઈ હતી અને તેમણે સમય ગુમાવ્યા વગર 1930 સાયબર હેલ્પલાઈન પર સંપર્ક કર્યો હતો.

નવરંગપુરા પોલીસના અધિકારીઓ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક વૃદ્ધના ઘરે પહોંચી હતી. ત્યાં પહોંચતા વૃદ્ધ મોબાઈલ ફોન સામે ગભરાયેલા હાલતમાં બેઠેલા જોવા મળ્યા હતા. મોબાઈલની સ્ક્રીન પરનો વ્યક્તિ પોતાને સીબીઆઈ ડિરેક્ટર તરીકે ઓળખાવી રહ્યો હતો અને સતત ધમકીઓ આપી રહ્યો હતો. પોલીસ અધિકારીઓએ તરત જ પોતાનો પરિચય આપ્યો અને સ્ક્રીન પર હાજર ઠગને પડકાર્યો હતો. ત્યારબાદ વૃદ્ધને સમજાવવામાં આવ્યું કે, ભારતમાં ડિજિટલ અરેસ્ટ નામની કોઈ કાયદાકીય જોગવાઈ જ નથી અને તેઓ સાયબર ઠગોના જાળમાં ફસાઈ રહ્યા છે. પોલીસની સમજાવટ બાદ વૃદ્ધને રાહત થઈ હતી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code