Homeગુજરાતીગુજરાતખાંભા તાલુકાના ચતુરી ગામે દાદાના હાથમાંથી 5 વર્ષના બાળકને સિંહણ ખેંચી ગઈ

ખાંભા તાલુકાના ચતુરી ગામે દાદાના હાથમાંથી 5 વર્ષના બાળકને સિંહણ ખેંચી ગઈ

અમરેલી, 25 જુન, 2026 : A lioness snatched a 5-year-old child from his grandfather’s hands જિલ્લામાં સિંહ દ્વારા હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ ખાંભા તાલુકાના ચતુરી ગામે ગઈ સાંજના સમયે બન્યો હતો. પોતાના દાદાની આંગળી પકડીને જતા 5 વર્ષના માસુમ બાળકને ઝૂંટવીને સિંહણ જંગલમાં નાસી ગઈ હતી. દાદાએ પોતાના પૌત્રને બચાવવા માટે બુમાબુમ કરતા ગામલોકો એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ તાત્કાલિક લાકડીઓ સાથે સિંહણનો પીછો કર્યો હતો.  અને જંગલ વિસ્તારમાં શોધખોળ આદરી હતી. એક કિલો મીટર દુર બાળકનો લોહી લૂહાણ મૃતદેહ મળી આવ્યો હતો. ધરમિયાવ આ બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ સહિત કાફલો દોડી આવ્યો હતો. બાળકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. રાત્રે જ માનવભક્ષી સિંહણને પકડવા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળ નજીક બે વન્યપ્રાણી હાજર હતા, જેમાંથી એક સિંહણને ટ્રેન્ક્યુલાઈઝ કરીને પાંજરે પૂરવામાં આવી હતી.

આ બનાવની વિગત એવી છે કે, ખાંભા તાલુકાના ચતુરી ગામે 5 વર્ષનો માસૂમ જીયાન દેવકુંભાઈ સાંજના સમયે તેના દાદાની આંગળી પકડીને દૂધ આપવા જઈ રહ્યો હતો. આ દરમિયાન અંધારામાંથી અચાનક ત્રાટકેલી સિંહણે માસૂમ જીયાન પર હુમલો કર્યો હતો. દાદા કંઈ સમજે તે પહેલાં જ સિંહણ બાળકને તેમની નજર સામેથી જ ખેંચીને જંગલ તરફ ભાગી ગઈ હતી. દાદાએ પોતાના પૌત્રને બચાવવા માટે બુમાબુમ કરતા  ગ્રામજનો તાત્કાલિક લાકડીઓ લઈને માસૂમ બાળકને બચાવવા માટે દોડી આવ્યા હતા. અને જંગલ વિસ્તારમાં શોધખોળ આદરી હતી. વન વિભાગની ટીમ પહોંચે તે પહેલાં ગામના બે-ત્રણ યુવાને લાકડીઓ વડે હુમલો કરીને બાળકને સિંહણની ચુંગાલમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કમનસીબે ગામથી આશરે એક કિલોમીટર દૂરથી જીયાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો,

આ ઘટનાની જાણ થતાં જ ધારી ગીર પૂર્વના DCF વિકાસ યાદવ અને ACF કપિલ ભાટિયા સહિતનો વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બાળકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ACF કપિલ ભાટિયાએ જણાવ્યું હતું કે, તુલસીશ્યામ રેન્જ હેઠળ આવતા ચતુરી રેવન્યુ વિસ્તારમાં આ દુઃખદ ઘટના બની છે. વન્યપ્રાણીને પકડવા માટે મેગા ઓપરેશન હાથ ધરાયું છે. ઘટનાસ્થળ નજીક બે વન્યપ્રાણી હાજર હતા, જેમાંથી એક સિંહણને ટ્રેન્ક્યુલાઈઝ કરીને પાંજરે પૂરવામાં આવી છે, જ્યારે અન્ય વન્યજીવને પકડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન રાતભરથી ચાલુ છે.

સંબંધિત લેખો

Most Popular