1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટની કોટક સાયન્સ કોલેજનું બિલ્ડિંગ જર્જરિત થતાં વિદ્યાર્થીઓને શિફ્ટ કરાયા
રાજકોટની કોટક સાયન્સ કોલેજનું બિલ્ડિંગ જર્જરિત થતાં વિદ્યાર્થીઓને શિફ્ટ કરાયા

રાજકોટની કોટક સાયન્સ કોલેજનું બિલ્ડિંગ જર્જરિત થતાં વિદ્યાર્થીઓને શિફ્ટ કરાયા

0
Social Share

રાજકોટ, 26 જુન, 2026 : Students shifted to Kotak Science College in Rajkot શહેરમાં વર્ષો જુના કોટક સાયન્સ કોલેજના બિલ્ડિંગ જર્જરિત બનતા રાજ્ય સરકાર દ્વારા ભયજનક જાહેર કરવામાં આવ્યું છે. અને કોલેજના વિદ્યાર્થીઓને અન્ય ત્રણ બિલ્ડિંગોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જેમાં કેમેસ્ટ્રીના 102 વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ આવેલી જુની સોઈલ ટેસ્ટીંગ લેબ. બિલ્ડિંગમાં શિફ્ટિંગ કરવામાં આવ્યા છે. વર્ષ 1947માં નિર્માણ પામેલા બિલ્ડીંગનું 2023માં રીનોવેશન કરવામાં આવ્યું હતું અને તેના ત્રણ વર્ષમાં જ હવે આ બિલ્ડીંગ ભયજનક જાહેર થતા તેને તોડી પાડવામાં આવશે.

રાજકોટ શહેરની એચ એન્ડ એચ.બી.કોટક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોલેજનું બિલ્ડિંગ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓને અન્ય બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ એક જ કોલેજ એવી છે. કે જેના વિદ્યાર્થીઓ અલગ-અલગ ત્રણ બિલ્ડિંગમાં અભ્યાસ કરે છે. આ કોલેજની સ્થાપનાને 79 વર્ષ વીતી ગયાં છે. હવે કોલેજ માટે નવું બિલ્ડિંગ બનાવવામાં આવશે. આ અંગે  એચ એન્ડ એચ.બી.કોટક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ આર. સી.વીરડીયાએ જણાવ્યું હતું કે, આ કોલેજ 1936 માં ખરેખર ડી. એચ. કોલેજ તરીકે હતી. જે બાદ 10-06-1963 માં એચ એન્ડ એચ.બી.કોટક સાયન્સ કોલેજ તરીકે સ્થાપના થઈ. વર્ષ 1947 માં કોટક કોલેજનું કેમેસ્ટ્રીનું બિલ્ડીંગ બન્યું. જે જૂનું સ્ટ્રક્ચર હોવાથી સુરત RNIT દ્વારા આ બિલ્ડીંગ ને ભયજનક જાહેર કરવામાં આવ્યું છે. જેને આધારે વિદ્યાર્થીઓને શિફ્ટ કરાયા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કોલેજમાં હાલ 713 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અગાઉ વર્ષ 2023માં કેમેસ્ટ્રીના બિલ્ડીંગનું રીનોવેશન કરવામાં આવ્યું હતું પરંતુ, ત્યારબાદ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં બિલ્ડીંગ ભયજનક હોવાનું જાહેર થતા હવે અહીં રહેલો લેબોરેટરી સહિતનો તમામ સામાન શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. PG સેન્ટરમાં ચાર રૂમ છે જ્યાં 4 કેમેસ્ટ્રી લેબને શિફ્ટ કરવામાં આવી છે. કેમેસ્ટ્રીમાં 102 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તે તમામ વિદ્યાર્થીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે. બોટની અને ઝૂલોજીના વિદ્યાર્થીઓ એડમીન બિલ્ડિંગમાં બેસે છે. જોકે એડમિન બિલ્ડિંગની બાજુમાં બીજું બિલ્ડીંગ રૂ.10.36 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે જે 31 જુલાઈ, 2026 સુધીમાં તૈયાર થઈ જશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code