1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતની ડાયમન્ડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 17 દીકરી 14 દીકરા સહિત કુલ 31 બાળકોનો જન્મ
સુરતની ડાયમન્ડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 17 દીકરી 14 દીકરા સહિત કુલ 31 બાળકોનો જન્મ

સુરતની ડાયમન્ડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 17 દીકરી 14 દીકરા સહિત કુલ 31 બાળકોનો જન્મ

0
Social Share

સુરતઃ શહેરની  ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 31 ડીલીવરી સાથે રેકોર્ડ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં 17 દીકરી અને 14 દીકરાનો જન્મ થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું હતું. ડાયમન્ડ હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ત્યારે હાલ તો 31 બાળકો-બાળકીઓના જન્મ થતાં હોસ્પિટલના સ્ટાફ તેમજ દંપતીઓમાં હર્ષનું મોજું ફરી વળ્યું હતુ.

સુરતમાં ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 31 ડિલિવરી થતાં રેકોર્ડ સર્જાયો છે. એક જ દિવસમાં 17 દીકરી અને 14 દીકરાનો જન્મ થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઊઠ્યું હતું. આ હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એક જ દિવસે  જન્મેલાં તમામ બાળકો સ્વસ્થ છે. ડાયમંડ હોસ્પિટલના ટ્રસ્ટી દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, હોસ્પિટલ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઊઠી હતી તેમજ  બાળકોને જન્મ આપનારી માતાઓ અને તેમના પરિવારના લોકોમાં પણ આનંદની લાગણી ફરી વળી હતી. તમામ જન્મેલાં 31 બાળકો સ્વસ્થ છે અને તેને માટે હોસ્ટિપલની ટીમે ખૂબ મહેનત કરી છે. ટ્રસ્ટની આ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર 1800 છે અને દીકરીનો જન્મ થાય તો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ સિઝેરિયન ડિલિવરીનો ચાર્જ માત્ર 5000 છે. તેમજ આ હોસ્પિટલમાં કોઈપણ દંપતીને ત્યાં એક કરતાં વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2000 દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડાયમંડ એસોસિયેશન આરોગ્ય સમિતિ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં 31 ડિલિવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. જે બદલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ, એનેસ્થેટિક, ગાયનેક વિભાગના રેસિડેન્ટ ડોક્ટરો, હોસ્પિટલના પીડિયાટ્રિશિયન તેમજ ઓ.ટી. વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફના ઉમદા કાર્ય બદલ સૌનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code