Homeગુજરાતી'સિંઘમ અગેન' ફિલ્મ માંથી અભિનેતા અજય દેવગણનો ફર્સ્ટ લૂક રીલીઝ 

‘સિંઘમ અગેન’ ફિલ્મ માંથી અભિનેતા અજય દેવગણનો ફર્સ્ટ લૂક રીલીઝ 

મુંબઈ – અભિનેતા અજય  દેવગણની સિંઘમ સીરિઝ દરતશકોને ખૂબ જ પસંદ આવી હતી ત્યારે હવે  રોહિત શેટ્ટીની ફેમસ કોપ યુનિવર્સ ફિલ્મ સિંઘમના પહેલા બે ભાગ બાદ હવે  સિંઘમ અગેઇનનો ત્રીજો ભાગ રિલીઝ થવા જઈ રહ્યો છે.

ફિલ્મના ત્રીજા ભાગને લઈને દર્શકો માટે સારા સમાચાર સંવે આવ્યા છે  નિર્માતાઓએ ફિલ્મના રણવીર સિંહ, દીપિકા પાદુકોણ સહિત ઘણા સ્ટાર્સના લુક શેર કર્યા છે અને હવે મોસ્ટ અવેઈટેડ કેરેક્ટર અજય દેવગનના લુકનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે.

ફિલ્મના ઘણા કલાકારોના લુક સામે આવ્યા છે અને હવે નિર્માતાઓએ તે અભિનેતાનો લુક પણ શેર કર્યો છે જેને જોવા માટે ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ‘સિંઘમ અગેન’ના અજય દેવગણનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે.

https://www.instagram.com/itsrohitshetty/?utm_source=ig_embed&ig_rid=9d4c4deb-2a07-4c27-9657-f15f069d2c02

‘સિંઘમ’ ના  અગાઉના બે ભાગની જેમ આ ભાગનો પણ મુખ્ય અભિનેતા અજય દેવગન હશે. તે જ સમયે, કરીના કપૂર ફરી એકવાર અવની બાજીરાવ સિંઘમ તરીકે લોકોનું મનોરંજન કરતી જોવા મળશે.
આ સિવાય ઘણા અન્ય કલાકારો પણ આ ફિલ્મનો હિસ્સો હશે, જેમના લુક્સ પહેલા જ જાહેર થઈ ચૂક્યા છે. હવે મેકર્સે ફેન્સને મોસ્ટ અવેટેડ એક્ટર અજય દેવગનનો લૂક પણ બતાવ્યો છે.

ફેન્સને અજય દેવગનનો લુક ઘણો પસંદ આવ્યો છે. તેણે કહ્યું છે કે તે ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.
રોહિત શેટ્ટીએ આ કોપ બ્રહ્માંડમાં અક્ષય કુમાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને ટાઈગર શ્રોફને પણ ઉમેર્યા છે. હાલમાં જ તમામ સ્ટાર્સના પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા હતા. ‘સિંઘમ અગેઇન’ની રિલીઝ ડેટ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. પરંતુ ચર્ચા છે કે તે 15 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થઈ શકે છે.
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular