Homeગુજરાતીઅભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ‘એમી એવોર્ડ’ માટે નોમિનેટ થતા કંગના રનૌતએ અભિનંદન પાઠવીને...

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ‘એમી એવોર્ડ’ માટે નોમિનેટ થતા કંગના રનૌતએ અભિનંદન પાઠવીને કહ્યું તેઓ ‘વિશ્વના બેસ્ટ એક્ટર’

  • એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી એમી એવોર્ડથી નવાઝાયા
  • કંગના રનૌતે તેઓને શુભેચ્છા પાઠવીને વિશ્વના બેસ્ટ એક્ટરમાંથી એક ગણાવ્યા

મુંબઈઃ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડ જગતમાં કોઈની ઓળખના મોહતાઝ નથી, તેમની શાનદાર એક્ટિંગ અને તેમના ડોયલોંગસ બોલવાની અદાના સૌ કોઈ દિવાના છે,બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવતે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીને નેટફ્લિક્સ ફિલ્મ ‘સીરિયસ મેન’ માટે શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં નામાંકિત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તે જ સમયે, અભિનેતાની આ ઉપલબ્ધિ બાદ, તેમને ‘વિશ્વના શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક’ તરીકે ઓળખવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સ 2021 માં નવાઝ સિવાય અભિનેત્રી સુષ્મિતા સેનની ક્રાઈમ ડ્રામા શ્રેણી ‘આર્યા’ નોમિનેટ થઈ છે. બીજી બાજુ, વીર દાસની નેટફ્લિક્સ કોમેડી સ્પેશિયલ “વીર દાસ: ફોર ઇન્ડિયા” કોમેડી સેગમેન્ટમાં નોમિનેટ થઈ છે.

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર નવાઝનો ફોટો શેર કરતાં કંગના એ લખ્યું, ‘અભિનંદન સર! તમે ચોક્કસપણે વિશ્વના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છો. “કંગનાએ આ સંદેશ લખ્યો અને અર્થપૂર્ણ ઇમોજી પણ શેર કરી.

નવાઝુદ્દીન સિદ્દીકીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આભાર જતાવતા લખ્યું, “વાહ! મને ,સિરીયસ મેન માટે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સ શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. સિરીયસ મેનની ટીમ, દિગ્દર્શક સુધીર મિશ્રા, અન્ય અને નેટફ્લિક્સને અભિનંદન.”

https://twitter.com/Nawazuddin_S/status/1441044061247447042?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1441044061247447042%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fentertainment%2Fstory-kangana-ranaut-praise-nawazuddin-siddiqui-for-nominated-at-the-international-emmy-awards-and-calls-nawazuddin-one-of-the-best-actors-in-the-world-4662446.html

સંબંધિત લેખો

Most Popular