1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ મ્યુનિ. દ્વારા સોફ્ટવેર અપડેટ માટે 10 દિવસ સુધી ટેક્સની તમામ કામગીરી બંધ રખાશે
અમદાવાદ મ્યુનિ. દ્વારા સોફ્ટવેર અપડેટ માટે 10 દિવસ સુધી ટેક્સની તમામ કામગીરી બંધ રખાશે

અમદાવાદ મ્યુનિ. દ્વારા સોફ્ટવેર અપડેટ માટે 10 દિવસ સુધી ટેક્સની તમામ કામગીરી બંધ રખાશે

0
Social Share

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ટેક્સ વિભાગના સોફ્ટવેરના અપડેટનું કામ આગામી.તા.22મી ઓકટોબરથી કરવામાં આવશે. તેની લીધે 31મી ઓકટોબર સુધી ટેક્સ વિભાગની ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી બંધ રહેશે,

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા આગામી તા. 22 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી અદ્યતન સોફ્ટવેર અપડેટ કરવાનું હોવાથી 10 દિવસ માટે ટેક્સ વિભાગની ઓનલાઈનથી લઇ ઓફલાઇન સુધીની તમામ કામગીરી બંધ રહેશે. તેથી કોઈપણ નાગરિકે ટેક્સ વિભાગને સંબંધિત કોઈપણ કામગીરી હોય તો 22 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા માટે જણાવવામાં આવ્યું છે. જો કે મ્યુનિ.ની ટેક્સ સિવાયની કામગીરી ચાલુ રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈ ગવર્નન્સ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રોપર્ટી, વ્હીકલ કે પ્રોફેશનલ ટેક્સની ઓનલાઈન ચૂકવણી કે સુધારા વગેરે કામગીરી માટે અદ્યતન સોફ્ટવેર અપડેટ કરવામાં આવશે. ટેક્નિકલ કામગીરી કરવાની હોવાથી ટેક્સ વિભાગની કોઈપણ કામગીરી જેવી કે ઓનલાઇન- ઓફલાઈન ટેક્સ પેમેન્ટ કે સુધારા વગેરે મ્યુનિસિપલ કોર્પોરેશનના સિવિક સેન્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશનની એપ્લિકેશન કે અન્ય ઓનલાઈન ચૂકવણી એપ મારફતે થતી ચૂકવણી કે અન્ય કામગીરી 22 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી બંધ રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 ટકા રીબેટ યોજના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની આ સ્કીમ અંતર્ગત અનેક લોકોએ લાભ લીધો છે. આજ દિન સુધીમાં વર્ષ 2022-23 માં અત્યાર સુધીમાં કુલ રૂ. 885 કરોડની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ ચૂકી છે. ગત વર્ષે રૂ. 1553 કરોડની આવક થઈ હતી, જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં રૂ. 885 કરોડની આવક થઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code