Homeગુજરાતીઅજય દેવગનની ફિલ્મ 'ભોલા' એ બીજા દિવસે કમાયા આટલા કરોડ

અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’ એ બીજા દિવસે કમાયા આટલા કરોડ

મુંબઈ :અજય દેવગન અને તબુ સ્ટારર ફિલ્મ ‘ભોલા’ રામનવમીના ખાસ અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ મળી હતી, જ્યારે બીજા દિવસે ફિલ્મની કમાણી સરેરાશ રહી હતી. ફિલ્મ ‘ભોલા’ના કલેક્શનમાં બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ફિલ્મમાં અજય દેવગન અને તબ્બુ ઉપરાંત દીપક ડોબરિયાલ, સંજય મિશ્રા, મકરંદ દેશપાંડે, ગજરાજ રાવ અને અમલા પોલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ફિલ્મે બીજા દિવસે લગભગ 6-6.50 કરોડનો બિઝનેસ કર્યો છે.

ફિલ્મ ‘ભોલા’એ શરૂઆતના દિવસે 10-10.25 કરોડનો બિઝનેસ કર્યો હતો. બે દિવસમાં ફિલ્મના બિઝનેસમાં લગભગ 35-40%નો ઘટાડો જોવા મળ્યો છે. ડ્રોપ થવો જોઈએ તેના કરતા થોડો વધારે છે પરંતુ આશા છે કે ફિલ્મ આજે એટલે કે શનિવારે સારો બિઝનેસ કરી શકે છે. ફિલ્મે 2 દિવસમાં 16.50 કરોડની કમાણી કરી લીધી છે. શનિવારના દિવસે 3D વાળા મોટા મલ્ટિપ્લેક્સમાં જોરદાર વધારો જોવા મળે તેવી શક્યતા છે. ફિલ્મના 2D વર્ઝનને સારો પ્રતિસાદ મળ્યો છે, ત્યારે રવિવારે તેમાં મોટો ઉછાળો જોવા મળે તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવો પ્રતિસાદ આપે છે.

અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’ સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ તેની આગામી ફિલ્મ ‘મેદાન’નું   ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ ફિલ્મની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે. અજય દેવગન છેલ્લે ફિલ્મ ‘દ્રશ્યમ 2’માં જોવા મળ્યા હતા, જેણે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular