1. Home
  2. ગુજરાતી
  3. અમરનાથ યાત્રા: બમ બમ ભોલેના નારા સાથે પ્રથમ જથ્થો રવાના
અમરનાથ યાત્રા: બમ બમ ભોલેના નારા સાથે પ્રથમ જથ્થો રવાના

અમરનાથ યાત્રા: બમ બમ ભોલેના નારા સાથે પ્રથમ જથ્થો રવાના

0
Social Share

નવી દિલ્હી, 2 જુલાઈ 2026: બાબા બરફાનીના ભક્તો માટે આતુરતાનો અંત આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ (LG) મનોજ સિંહાએ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પ (આધાર શિબિર)થી અમરનાથ યાત્રા 2026 માટે શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થાને વિધિવત રીતે લીલી ઝંડી બતાવીને રવાના કર્યો છે. ભક્તોના ભારે ઉત્સાહ અને ‘બમ બમ ભોલે’ તેમજ ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે આ પવિત્ર યાત્રાનો ઔપચારિક પ્રારંભ થઈ ચૂક્યો છે.

આ વર્ષની વાર્ષિક અમરનાથ યાત્રા કુલ 57 દિવસ સુધી ચાલશે. શ્રદ્ધાળુઓ બે પરંપરાગત માર્ગો દ્વારા પવિત્ર ગુફા તરફ આગળ વધી રહ્યા છે. પરંપરાગત નુનવાન-પહેલગામ માર્ગ (48 કિમી) અનેટૂંકો પરંતુ સીધો ચઢાણવાળો બાલતાલ માર્ગ (14 કિમી) છે.

યાત્રા સુરક્ષિત, સુચારુ અને સુવિધાજનક રીતે સંપન્ન થાય તે માટે પ્રશાસન અને સુરક્ષા દળો દ્વારા અભેદ્ય કિલ્લા જેવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એન્ટી-ટેરર મોક ડ્રીલ અને ડ્રોન સર્વેલન્સ દ્વારા સમગ્ર રૂટ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

પ્રશાસન દ્વારા યાત્રીઓના વાહનો માટે માત્ર જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ (NH 44) પરથી જ પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. સુરક્ષાના કારણોસર ધાર રોડ અને મોગલ રોડ જેવા વૈકલ્પિક માર્ગો પરથી પ્રવાસ કરવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે.

આજે રવાના થયેલા પ્રથમ જથ્થાના ભક્તોમાં અનોખો ભક્તિભાવ જોવા મળ્યો હતો. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ તમામ શ્રદ્ધાળુઓની મંગલમય અને સુખદ યાત્રા માટે પ્રાર્થના કરી હતી. દેશભરમાંથી આવેલા હજારો શ્રદ્ધાળુઓ માટે ભગવતીનગર અને અન્ય ટ્રાન્ઝિટ કેમ્પ ખાતે રહેવા, જમવા (લંગર) અને મેડિકલ સહાયની પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code