Homeગુજરાતીગુજરાતગુજરાત સાયન્સ સિટી ખાતે 21મીથી ત્રિ-દિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ યોજાશે

ગુજરાત સાયન્સ સિટી ખાતે 21મીથી ત્રિ-દિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ યોજાશે

અમદાવાદ, 17 ઓગસ્ટ, 2026 : A three-day ‘Space Festival’ will be held at Gujarat Science City   ૨૩ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ ભારતના ‘ચંદ્રયાન-૩’ મિશનના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરીને વિશ્વભરમાં ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાનો ડંકો વગાડ્યો હતો. પ્રજ્ઞાન રોવરે સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરીને ભારતને ચંદ્રના અપ્રાપ્ય દક્ષિણ ધ્રુવીય વિસ્તારમાં પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ અને સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બનાવ્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિને અમર બનાવવા ભારત સરકારે ૨૩ ઓગસ્ટને ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’  તરીકે ઘોષિત કર્યો છે.

આ ગૌરવશાળી દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે ૨૧ થી ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ત્રિ-દિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષના રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની મુખ્ય થીમ “Towards Viksit Bharat: Innovating, Collaborating and Aspiring to Global Space Leadership” (“વિકસિત ભારત તરફ: નવીનતા, સહયોગ અને વૈશ્વિક અંતરિક્ષ નેતૃત્વની દિશામાં આગેકૂચ”) રાખવામાં આવી છે.

ફેસ્ટિવલના મુખ્ય આકર્ષણો અને પ્રવૃત્તિઓ

– સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત આ ત્રણ દિવસીય મહોત્સવમાં વિજ્ઞાનપ્રેમીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે વૈવિધ્યસભર કાર્યક્રમો રજૂ કરવામાં આવશે:

–  *સ્પેસ સાયન્સ એક્ઝિબિશન:* દેશની અગ્રણી અંતરિક્ષ સંસ્થાઓ અને ઈસરો આધારિત મોડેલ્સનું પ્રદર્શન.

–   *પ્લેનેટેરિયમ શો & નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન:* ખગોળ વિજ્ઞાન અને તારામંડળ દર્શનનો રોમાંચક અનુભવ.

–   *વૈજ્ઞાનિકો સાથે પેનલ ડિસ્કશન:* ISRO ના પ્રખ્યાત વૈજ્ઞાનિકો અને સંશોધકો સાથે સીધો સંવાદ અને વિજ્ઞાન વ્યાખ્યાનો.

–   *રચનાત્મક સ્પર્ધાઓ:* સ્પેસ રંગોળી, ડિજિટલ પોસ્ટર પ્રેઝન્ટેશન, ઓરિગામી અને સ્પેસ ક્વિઝ.

–   *હેન્ડસ ઑન વર્કશોપ: વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ સાયન્સ અને રોકેટ મોડેલિંગ વર્કશોપ.*

 *૫૦થી વધુ સંસ્થાઓ અને ઈસરો(ISRO)નો વિશેષ સહયોગ*

આ ફેસ્ટિવલમાં રાજ્ય અને દેશભરમાંથી અંતરિક્ષ ક્ષેત્રે કાર્યરત આશરે ૫૦ જેટલી સંસ્થાઓ, રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ, સ્પેસ સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગો અને ઇનોવેટર્સ ભાગ લેશે. આ ઉપરાંત, ISRO ના Space Applications Centre (SAC) અને Gujarat State Electronics Mission (GSEM)ના સંયુક્ત સહયોગથી આયોજિત આ વિજ્ઞાન પ્રદર્શન તમામ વયજૂથના મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.

આ ત્રિ-દિવસીય મહોત્સવમાં રાજ્યભરમાંથી અંદાજિત ૨૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો જોડાનાર છે. ૨૩ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસના સમાપન પ્રસંગે વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને આકર્ષક પુરસ્કારો અને એવોર્ડ્સ એનાયત કરવામાં આવશે.

સંબંધિત લેખો

Most Popular